નવી દિલ્હી, 17 ઓગસ્ટ, 2026 – ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તેમની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. નીતિન નવીનની ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને પણ સ્થાન મળ્યું છે. જેમાં સૌથી મહત્ત્વનું નામ વર્ષાબેન દોશી છે જેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જગદીશભાઈ પટેલ તથા રોહન ગુપ્તાને પણ પક્ષની રાષ્ટ્રીય સમિતિમાં સ્થાન મળ્યું છે. વડોદરાના યુવાન સાંસદ ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
સોમવારે ભાજપે અનેક નેતાઓને સંગઠનમાં મોટી જવાબદારી આપી છે. નીતિન નવીનની નવી ટીમમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ પણ સામેલ છે.
ઉપાધ્યક્ષ કોણ કોણ બન્યા?
વસુંધરા રાજે સિંધિયા, તીરથ સિંહ રાવત, રામ માધવ, બૈજયંત જય પાંડા, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીત સિંહ બાદલ, લાલ સિંહ આર્ય, પ્રો. એમ. નાગરાજ, પ્રો. તારિક મંસૂર, ડૉ. મધુચંદ્ર કર.
બી.એલ. સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બનાવવામાં આવ્યા છે. વળી રાષ્ટ્રીય સહ મહામંત્રી (સંગઠન)માં શિવપ્રકાશ અને સૌદાન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. વિનોદ તાવડે, સુનીલ બંસલ, બિપ્લબ કુમાર દેબ, સ્મૃતિ ઈરાની, સતીશ પૂનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી, સંજય ભાટિયા રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય મંત્રી કોણ?
કવિતા પાટીદાર, કે. સુરેન્દ્રન, ભોલા સિંહ, ડૉ. પ્રદીપ વર્મા, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, ડૉ. સંદીપ પાઠક, ફાંગ્નોન કોન્યાક, સંગીતા યાદવ, અનિલ એન્ટની, ડૉ. એમ. વેંકટેશન, મનોજ ટિગ્ગા, સિદ્ધાર્થ શંભુ, ડૉ. સ્વદેશ સિંહ, મૃગાંકા દેવ બર્મન, રોહન ગુપ્તા અને જય પ્રકાશ.
પીયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચી અને રાજેશ મંગલને રાષ્ટ્રીય સહ ખજાનચી બનાવવામાં આવ્યા છે.
તરુણ ચુઘને રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી, મહેન્દ્ર પાંડેને કાર્યાલય મંત્રી, સંબિત પાત્રાને નોર્થ ઈસ્ટ સંયોજક, રાજીવ બબ્બરને નોર્થ ઈસ્ટ સહ સંયોજક, વિષ્ણુ દત્ત શર્માને પ્રકોષ્ઠ સંકુલ સંયોજક, રિતુરાજ સિંહા અને વિષ્ણુ વર્ધન રેડ્ડીને પ્રકોષ્ઠ સંકુલ સહ સંયોજક બનાવવામાં આવ્યા છે.
હેમાંગ જોશીને યુવા મોરચા, રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચા, અમરપાલ મૌર્યને ઓબીસી મોરચા, બંસીલાલ ગુર્જરને કિસાન મોરચા, શિવેશ કુમાર રામને એસસી મોરચા, મન્નાલાલ રાવતને એસટી મોરચા, કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે.
અનિલ બલૂનીને મીડિયા સંયોજક બનાવવામાં આવ્યા છે. વળી ઉષા અગ્રવાલ, પ્રદીપ ભંડારી અને સિદ્ધાર્થ યાદવને મીડિયા સહ સંયોજક બનાવવામાં આવ્યા છે. દીપક મ્હસ્કેને સોશિયલ મીડિયા સંયોજક બનાવવામાં આવ્યા છે. વળી પ્રીતિ ગાંધી, શિવાનંદ દ્વિવેદી, આલોક ભટ્ટ અને અરૂણ યાદવને સોશિયલ મીડિયા સહ સંયોજક બનાવવામાં આવ્યા છે.







