Homeગુજરાતીદેશ-વિદેશફ્લાઇટ હાઇજેક નાકામ બનાવનાર ભારતીય પાયલોટ સ્મિત મચ્છારની PM મોદી અને નેતન્યાહૂએ...

ફ્લાઇટ હાઇજેક નાકામ બનાવનાર ભારતીય પાયલોટ સ્મિત મચ્છારની PM મોદી અને નેતન્યાહૂએ કરી પ્રશંસા

નવી દિલ્હી, 1 ઓક્ટોબર 2026: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈડુબઈની ફ્લાઈટને હાઈજેક કરીને ક્રેશ કરવાના ષડયંત્રને ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છારે પોતાની જાનના જોખમે નાકામ બનાવી હતી. કાયરતાપૂર્ણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિતે દાખવેલી અદભુત શૌર્ય અને સૂઝબૂઝની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિતના વૈશ્વિક નેતાઓએ કેપ્ટન સ્મિત મચ્છારને ‘રિયલ હીરો’ ગણાવ્યા છે.

બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલા વિમાનના સહ-પાયલોટે જ વિમાનને હાઈજેક કરી ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પાયલોટ સ્મિત મચ્છાર પર છરી વડે તીક્ષ્ણ હુમલો કર્યો હતો અને કોકપિટના સિસ્ટમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. છરીના અનેક ઘા વાગવા છતાં અને લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે અદ્ભુત હિંમત દર્શાવી કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. દરવાજો ખુલતાની સાથે જ વિમાનમાં સવાર ઓફ-ડ્યુટી બે ઇઝરાયેલી પાયલોટ અને મુસાફરોએ હુમલાખોર સહ-પાયલોટ પર ઝંપલાવી તેને કાબૂમાં લીધો હતો. આ રીતે 174 મુસાફરો (જેમાં 150 ઇઝરાયેલી નાગરિકો અને 27 બાળકો સામેલ હતા)ની જાન બચી ગઈ હતી. હાલ કેપ્ટન સ્મિતની સાઉદી અરેબિયાના તાબુક સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવાર સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “સ્મિત મચ્છાર એક સાચા હીરો છે. અત્યંત ખતરનાક પરિસ્થિતિ અને ગંભીર ઇજાઓ હોવા છતાં તેમણે અદ્ભુત સાહસ બતાવ્યું. સમગ્ર ભારતને કેપ્ટન મચ્છાર પર ગર્વ છે, અમે તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરીએ છીએ.” આ ઉપરાંત વડાપ્રધાને કેપ્ટન સ્મિતના પત્ની અને માતા-પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. પીએમ મોદીએ પરિવારને ખાતરી આપી હતી કે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ સાઉદી સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને સ્મિતની સારવાર તથા અન્ય તમામ બાબતોમાં હરશક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

  • ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ પણ સલામી આપી

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતીય પાયલોટની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “હું આ અસાધારણ સાહસ દાખવનાર નાયકને સલામ કરું છું. તેમની સૂઝબૂઝથી સેંકડો લોકોના જીવ બચ્યા છે અને એક મોટી દુર્ઘટના ટળી છે.”

  • એરપોર્ટ લાઉન્જનું નામ કેપ્ટન સ્મિત મચ્છાર રાખવાની તૈયારી

ઇઝરાયેલના ડેપ્યુટી મિનિસ્ટર અલમોગ કોહેને કેપ્ટન સ્મિતને સમગ્ર ઇઝરાયેલના હીરો ગણાવ્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે ઇઝરાયેલી સંસદની આગામી બેઠકમાં તેલ અવીવના ‘બેન ગુરિયન એરપોર્ટ’ના એક લાઉન્જનું નામ ‘કેપ્ટન સ્મિત મચ્છાર’ના નામે રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular