Homerevoinewsરાજ્યમાં 8000 વિદ્યાર્થીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને CPR અંગે તાલીમ આપવામાં આવી

રાજ્યમાં 8000 વિદ્યાર્થીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને CPR અંગે તાલીમ આપવામાં આવી

  • એચસીજી હોસ્પિટલ્સ દ્વારા ગુજરાતમાં CPR અને Basic Life-Saving Trainingના 85 સેશન યોજાયા
  • રાજકોટ, ભાવનગર અને અમદાવાદની 50થી વધુ શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને CPR અંગે તાલીમ આપવામાં આવી

અમદાવાદ, 2 ઑક્ટોબર, 2026: students trained in emergency response and CPR તાજેતરમાં વિશ્વ હૃદય દિવસ નિમિત્તે 29 સપ્ટેમ્બરે રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં એક મહિના દરમિયાન CPR અને Basic Life-Saving Trainingની પહેલ હાથ ધરવામાં આવી હતી. વાસ્તવમાં સમગ્ર સપ્ટેમ્બર દરમિયાન 85 સેશન દ્વારા 50 શાળા – કોલેજોના 8,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમનો હિસ્સો બનાવવામાં આવ્યા હતા. એચસીજી હોસ્પિટલ્સ દ્વારા Etheos Foundationની પહેલ તથા SHILPના સહયોગ આ અભિયાનનો મુખ્ય હેતુ CPR અંગેની મૂળભૂત જાણકારી, ઇમરજન્સી સમયે કેવી રીતે પ્રતિસાદ આપવો અને તબીબી કટોકટીની સ્થિતિમાં સમયસર પગલાં લેવાના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો.

શહેરવાર કાર્યક્રમ હેઠળ રાજકોટમાં 56 સેશન, ભાવનગરમાં 16 સેશન અને અમદાવાદમાં 13 સેશન યોજાયા હતા. આ કાર્યક્રમનો હેતુ હોસ્પિટલની બહાર પણ પ્રેક્ટિકલ ઇમરજન્સી રિસ્પોન્સ અંગેનું જ્ઞાન શાળાઓ અને કોલેજો સુધી પહોંચાડવાનો હતો.

એચસીજી હોસ્પિટલ્સના ડૉક્ટરો અને મેડિકલ ટીમોએ વિદ્યાર્થીઓ માટે ઇન્ટરેક્ટિવ સેશન યોજ્યા હતા. આ દરમિયાન Cardiopulmonary Resuscitation (CPR) એટલે કે હૃદયનું ધબકતું બંધ થઈ જાય અથવા વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ ન લઈ રહી હોય ત્યારે આપવામાં આવતી તાત્કાલિક મદદ અંગે સમજાવવામાં આવ્યું હતું. કોઈ વ્યક્તિને તાત્કાલિક મદદની જરૂર છે તે કેવી રીતે ઓળખવું અને વિલંબ કર્યા વિના તબીબી મદદ મેળવવાના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રેક્ટિકલ ડેમો દ્વારા વિદ્યાર્થીઓને CPRના મૂળભૂત પગલાં તેમજ તબીબી મદદ પહોંચે ત્યાં સુધી શાંત રહીને યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની રીત સમજાવવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને અચાનક સર્જાતી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઉપયોગી થઈ શકે તેવું પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનો હતો. સમગ્ર સપ્ટેમ્બર દરમિયાન શાળા અને કોલેજોમાં સેશન યોજીને યુવાનોને સમયસર પગલાં લેવાના મહત્વ અને મૂળભૂત જીવનરક્ષક કૌશલ્યો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પહેલ Etheos Foundationની પહેલ SHILPના સહયોગથી યોજાઈ હતી. SHILP દ્વારા આ કાર્યક્રમ માટે એચસીજી હોસ્પિટલ્સ સાથે સહયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર પહેલ દ્વારા રાજકોટ, ભાવનગર અને અમદાવાદના આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો તથા શૈક્ષણિક સંસ્થાઓને એકસાથે લાવીને ઇમરજન્સી રિસ્પોન્સ અને મૂળભૂત જીવનરક્ષક કૌશલ્યો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ITRA, જામનગર ખાતે ૧૧મા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ‘યુવા સંસદ’નું ભવ્ય આયોજન

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular