Site icon Revoi.in

ગુજરાતમાં બે વર્ષમાં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજાનાનો 23 લાખ ખેડૂતોએ લીધો લાભ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બે વર્ષના સમયગાળા દરમિયાન 23 લાખ જેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાનો લાભ લીધો છે. ખેડૂતોને રૂ. 148 કરોડથી વધુનું વળતર નુકસાની પેટે ચુંકવવામાં આવ્યાં છે.

વિધાનસભામાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 227 સહકારી APMC અને 30 ખાનગી APMC આવેલા છે. સૌથી વધુ ખાનગી APMC બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે. બીજા નંબરે અમદાવાદ જિલ્લામાં 8 ખાનગી APMC, ત્રીજા નંબરે કચ્છ અને પાટણ જિલ્લામાં 3 ખાનગી APMC, વલસાડ અને મોરબી જિલ્લામાં એક-એક ખાનગી APMC આવેલા છે. છેલ્લા 2 વર્ષમાં બે નવી ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કચ્છ અને અમદાવાદ જિલ્લાને મંજૂરી અપાઈ છે.

છેલ્લા 2 વર્ષમાં 23 લાખથી વધુ ખેડૂતોએ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાનો લાભ લેવા કરી હતી અરજી કરી હતી. જેની સામે 148 કરોડથી વધુ રૂપિયાનું વળતર નુકસાની પેટે ચૂકવવામાં આવ્યું છે. ખેડૂતોએ 500 કરોડથી વધુનું પ્રીમિયમ ભર્યું હતું જે સામે રાજ્ય સરકારે 1500 કરોડથી વધુ પ્રીમિયમ ચુકવ્યું હતું. જ્યારે કેન્દ્ર સરકારે પણ 1500 કરોડથી વધુ પ્રીમિયમ ચૂકવ્યું.