Site icon Revoi.in

ગુજરાતમાં ધો-9 અને 11ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પશ્નો પૂછાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલ-કોલેજો બંધ રહ્યાં હતા. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. હાલ ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોના મહામારીને કારણે શિક્ષણને અસર થઈ હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઈલ બોર્ડની સાઈટ પર મુકવામાં આવી છે. ધો-9 અને 11માં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિના યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ ધો-9 અને 11ની પરીક્ષા જૂન મહિનામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે બાળકોના અભ્યાસને અસર થઈ હોવાથી વાલીઓ ચિંતિત બન્યાં છે. જો કે, બોર્ડે વિદ્યાર્થીઓને રાહત મળી રહે તે માટે હેતુલક્ષી પેપર સ્ટાઇલ તૈયાર કરી છે. આ પેપર સ્ટાઇલ મુજબ 45 વિષયોમાં 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી હશે. આ વિષયોના પ્રશ્નો ઇન્ટરનલ ઓપ્શનના બદલે જનરલ ઓપ્શન આધારિત પૂછાશે.

ધોરણ 9થી 11ની પેપર સ્ટાઇલ બોર્ડની સાઇટ બોર્ડની સાઈટ ઉપર મુકવામાં આવી છે. ધોરણ 9થી 12 પરીક્ષાની માર્ગદર્શિકા માટે પરિપત્ર રજૂ કર્યો છે. શિક્ષણ બોર્ડેના નિષ્ણાતો દ્વારા પરીક્ષાના પેપરનું ગુણભાર તૈયાર કર્યો છે.