Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને 8 હજાર ખાનગી સ્કૂલ આપશે ફ્રીમાં શિક્ષણ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આ રોગચાળામાં અત્યાર સુધીમાં 4 હજારથી પણ વધારે લોકોના મોત થયાં છે. ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોની મદદ માટે રાજ્યની ખાનગી શાળાઓ આગળ આવી છે. રાજ્યની આઠ હજાર જેટલી ખાનગી શાળાઓએ કોરોનાને કારણે મૃત્યુ પામનારા વાલીઓના સંતોનોને ફ્રી શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ફી માફી માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જરૂરી બનાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ અમદાવાદમાં જાણીતી 40થી વધુ સ્કૂલોના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના સંચાલકોએ મૃતક કોરોના વોરિયર્સના બાળકોને ફી લીધા વગર જ ભણાવવાનો નિર્ણય લીધો હતો. તેમજ એઓપીએસમાં પ્રસ્તાવ રજૂ કરાયા બાદ મોટા ભાગની સ્કૂલોએ બાળકોને ફી વગર જ અભ્યાસ કરાવવાની તૈયારી દર્શાવી છે. ગુજરાતની લગભગ 8 હજાર જેટલી ખાનગી સ્કૂલોએ કોરોનાથી મૃત્યુ પામનારી વ્યક્તિઓના સંતાનોને ફી માફી સાથે અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેવાયો છે. ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુનો દસ્તાવેજ જે તે સ્કૂલમાં જમા કરાવવું પડશે. કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓના સંતાનોનો અભ્યાસ આર્થિક કારણોને લીધે અટકે નહીં તેની જવાબદારી શહેરના સ્કૂલ સંચાલકોએ ઉઠાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાલ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કાર્યબંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ લોકોની આર્થિક મુશ્કેલી વધી હોવાથી ખાનગી સ્કૂલોમાં 25 ટકા સુધી ફી માફી પણ આપવામાં આવી છે.