Site icon Revoi.in

ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ ઘરે બેઠા જ ઓનલાઈન મળી જશે

Mandatory Credit: Photo by SANJEEV GUPTA/EPA-EFE/Shutterstock (10543395k) Rituals are performed as Indian couples take part in a mass marriage ceremony under chief minister's welfare scheme (Mukhyamantri Kanyadan Yojna) on the occasion of the Basant Panchami festival, in Bhopal, India, 30 January 2020. Reports state, some 600 couples tied up the nuptial knot in various mass marriage ceremonies in Bhopal on Basant Panchami day, which is considered auspicious for marriages. Some communities undertake the responsibility of arranging mass marriages for couples belonging to the financially weaker caste of the society. Mass marriage ceremony in Bhopal, India - 30 Jan 2020

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872  હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેમ  લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે. આ મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે. ડિજિટલ ગુજરાત અંતર્ગત આ પ્રજાલક્ષી મહત્વના નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકશે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી માટે http://stampsregistration gujarat.gov.in વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના આ મહત્વના પ્રજાલક્ષી નિર્ણયથી મોટી સંખ્યામાં નાગરિકોને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 હેઠળ નોંધણી થયેલા અસલ લગ્ન સર્ટિફિકેટ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે. આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય-નાણાની બચત થશે અને ઘરે બેઠા સરળતાથી પ્રમાણપત્રની ખરી નકલ ઉપલબ્ધ થશે.