1. Home
  2. Tag "Certificate"

સરકાર ગ્રાહકોને નકલી હીરાથી બચાવવા નીતિ લાવી રહી છે, સોનાની તર્જ પર પ્રમાણપત્ર આપવાનો પ્રયાસ

સરકાર નકલી હીરાથી ગ્રાહકોને બચાવવા માટે ટૂંક સમયમાં પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રમાણપત્રના સ્વરૂપમાં હોઈ શકે છે, જેમ કે સોના પરના હોલમાર્ક, જે કંપનીઓ હીરા ખરીદતી વખતે ગ્રાહકોને આપશે. જો કે, તે અન્ય સ્વરૂપમાં પણ લાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં સતત ફરિયાદો મળી રહી છે. આ પછી આ પોલિસી […]

GUTSના 84 વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગાંધીનગરઃ પ્રત્યારોપણ-ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિશ્વપ્રસિદ્ધ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચની સંસ્થા-ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પાંચમા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલૉજી, નેફ્રોલૉજી, બાળ ચિકિત્સા નેફ્રોલૉજી અને ઍનેસ્થેસિયોલૉજીના ૮૪ સ્નાતકોત્તર ડૉક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના […]

પશ્ચિમ બંગાળમાં CAA અંતર્ગત પ્રમાણપત્ર આપવાની શરૂઆત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન અધિનિયમ હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. જેમાં રાજ્યસરકાર તરફથી મળેલ આવેદનો મુજબ પશ્ચિમ બંગાળ રાજ્યના નાગરિકતા અધિકાર સમિતિ દ્વારા ગતરોજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તે સાથે જ હરિયાણા અને ઉત્તરાખંડની નાગરિકતા અધિનિયમ સમિતિઓ દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પહેલા 15 મે ના રોજ કેન્દ્રિય […]

CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી શેર કરી હતી. મંત્રાલયે કહ્યું કે, CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ની સૂચના જારી થયા પછી પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ […]

ડૉ અમૃતભાઇ કડીવાળા સેવા પ્રકલ્પમાં પ્રમાણ પત્ર અર્પણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ નિર્ણયનગર કર્ણાવતીમાં આવેલ “સેવા ભારતી” સંચાલિત ‘અમૃતભાઇ કડીવાળા સેવા પ્રકલ્પ’ દ્વારા ચાલતા પ્રશિક્ષણ વર્ગોના પ્રથમ સત્રના 40 સફળ થયેલ શિક્ષાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા. પ્રકલ્પની જાણકારી આપતા પ્રકલ્પ પ્રમુખ વાસુભાઇ પટેલે કહ્યું આ સ્વાવલંબન કેન્દ્રમાં શરુઆતમાં બ્યુટીપાર્લર, મહેંદી, કમ્પ્યુટર અને ઇંગ્લીશ સ્પીકિંગના અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવ્યાં. આગામી સત્રોમાં Tally, ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનિંગના અભ્યાસક્રમ […]

દિલ્હીવાસીઓ માટે મહત્વના સમાચાર,1 ઓક્ટોબરથી આ સર્ટિફિકેટ નહીં રાખવામાં આવે તો 10 હજારનું ચલણ કપાશે

દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને અંકુશમાં લેવા માટે હવે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગુ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, આ એટલા માટે છે જેથી વાહનોમાંથી નીકળતા ધુમાડાને રોકી શકાય. 1 ઓક્ટોબરથી દિલ્હી એનસીઆરમાં માન્ય PUC  નહીં હોવા પર 10 હજાર ચલણ કાપવામાં આવશે.જો તમે પણ તમારા વાહનનું પ્રદૂષણ ચેક કરાવ્યું નથી અથવા તમારી પાસે માન્ય […]

ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ ઘરે બેઠા જ ઓનલાઈન મળી જશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872  હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેમ  લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા […]

સુરતમાં નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ મેળવવા માટે લાગતી લાઈનો, વાલી અને વિદ્યાર્થીઓ પરેશાન

સુરતઃ શહેરમાં  નોન-ક્રિમીલિયર સર્ટીફિકેટ મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. શહેરમાં જે પ્રકારે વસતીનું ભારણ વધ્યું છે તેની સામે વહીવટી તંત્ર દ્વારા જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા હજી પણ ઉભી થતી નથી. વર્ષોથી લોકોને જાતિના દાખલા કાઢવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. સોમવારે સવારે જૂની બહુમાળી ઓફિસ ખાતે આવેલી સમાજ કલ્યાણ […]

ભાવનગરમાં વેક્સિનના સર્ટિફિકેટનું કૌભાંડ, ચપટી વગાડતા જ વેક્સિન સર્ટી. મળી જાય છે

ભાવનગરઃ જિલ્લામાં કોરોનાની વેક્સિન ન લીધી હોવા છતાં ચપટી વગાડતા જ વેક્સિનના યર્ટી. મળી જતા હોવાની ફરિયાદો ઊઠી છે. કોરોનાના સંક્રમણથી બચવા સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો પરંતુ લોકો વેક્સિનથી રક્ષિત થવાને બદલે વેક્સિન મુકાવ્યા વગર વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવાનું સર્ટિફિકેટ પણ મેળવી લે છે. જે માટે આરોગ્ય કેન્દ્રો પરના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ […]

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર પોલીસને હવે વેક્સિન લીધાના પુરાવા પણ બતાવવા પડશે

અમદાવાદઃ રાજ્યભરમાં સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક વાર્ડમાં વેક્સિનેશન ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. મફતમાં વેક્સિનેશન હોવા થતાં ઘણા લોકો વેક્સિન લેતા નથી અને બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટસમાં પણ ‘નો વેક્સિન ‘નો એન્ટ્રી, અમલ શરૂ કર્યો છે. નવરાત્રિની ઉજવણી તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code