Site icon Revoi.in

ગુજરાતમાં વધારે એક રાજકીય આગેવાન થયાં કોરોના સંક્રમિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં તબીબો અને પોલીસ કર્મચારીઓ સહિત કોરોના વોરિયર્સ પણ ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં કેટલાક રાજકીય આગેવાનો પણ કોરોના સંક્રમિત થયાં છે. દરમિયાન રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના સંક્રમિત થયાં છે. તેમજ સોશિયલ મીડિયામાં આ અંગેની જાણ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોનાની ઝપડમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પણ સંક્રમિત થયા છે. હવે રાજયના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગુજરાતના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી પોતે સંક્રમિત થયા અંગેની જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યુ છે કે તેમનો કોરોનાનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રથમ વાર કોરોના સંક્રમિત થયા છે. હાલ હોમ આઈસોલેટ થયા છે. એટલું જ નહીં મારા સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ 20 હજારથી વધારે પોઝિટિવ આવી રહ્યાં છે. પોલીસ અધિકારી અને આરોગ્ય કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. સરકારે કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે ટેસ્ટીંગ વધાર્યું છે. આ ઉપરાંત ધનવંતરી રથ અને સંજીવની રથ દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે.