Site icon Revoi.in

ગુજરાતમાં સુકા પવન ફુંકાતા 12 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો,

Social Share

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીમા સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ સુકા પવનોની અસરથી રવિવારે અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રીએ પહોંચ્યું હતુ. ઉપરાંત રાજ્યના 12 શહેરમાં ગરમીનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હજુ બે દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ સામાન્ય ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં શિયાળાની વિદાય ટાણે જ આકરા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ સુકા પવનો ફૂંકાવાને લીધે અમદાવાદમાં ગરમીનો પારો ફેબ્રુઆરીમાં જ 37.7 ડિગ્રીએ પહોંચ્યો છે, અગાઉ 2015માં 37.8 ડિગ્રી જ્યારે 2017માં 37.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હજુ બે દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ સામાન્ય ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લાં ત્રણ દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય કરતાં ક્રમશ 7 ડિગ્રી વધ્યો છે, જેને કારણે શહેરમાં વહેલી સવાર ઠંડક રહ્યા બાદ બપોરના લોકો ગરમીનો અનુભવ રહ્યા છે.સવારના 10.30 કલાકથી ગરમીમાં ક્રમશ વધારો થયો હતો. તેમજ બપોરના 12થી સાંજના 5.00 વાગ્યા સુધી લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસ અમદાવાદમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે.

રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા મુજબ અમદાવાદમાં અત્યારે 30.8 ડિગ્રી જેટલુ મહત્તમ તાપમાન રહેવુ જોઈએ. તેના બદલે છેલ્લા ત્રણ દિવસથી 37 ડિગ્રીને પાર નોંધાવા લાગ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન અચાનક જ ગરમીમા વધારો થઈ ગયો છે.  ગુજરાતની સરહદે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હવે ઠંડીનું પ્રમાણ નહિવત રહ્યું છે. દિવસ દરમિયાન તાપમાન 22 ડિગ્રી નોંધાયુ હતુ ત્યારે મધ્યરાત્રીએ તાપમાનનો પારો આઠ ડિગ્રી પર અટક્યો હતો. આમ માઉન્ટ આબુમાં હવે ઠંડીનું પ્રમાણ ઘટતા સહેલાણીઓનો ધસારો વધવા લાગ્યો છે. રજાના દિવસો દરમિયાન અહીં બહોળી સંખ્યામાં સહેલાણીઓ મઝા માણવા આવી રહ્યા છે.

ગુજરાતમાં ઠંડીનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેના પરિણામે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ઠંડીએ આ વખતે મોડા મોડા થથરાવ્યા બાદ હવે ધીમે ધીમે ગરમી જોર પકડી રહી છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી જાય તેવી શક્યતા છે.   જ્યારે માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે.