Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ – કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા

Social Share

બંંગલુરુઃ- કર્ણાટકમાં હવે ચૂંટણીને લઈને તૈયારીઓ અત્આયારથી જ બીજેપીએ શરુ કરી દીધી છે ત્યારે  વર્ષના મધ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ બરાબર કમર કસી રહ્યું છે.આજરોજ શનિવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટકમાં ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સહીત બીજેપીએ સિક્કિમમાં પાર્ટી સંગઠનમાં પણ ફેરબદલ કર્યો છે. સિક્કિમમાં પાર્ટીએ ડીઆર થાપાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. આ સિવાય પાર્ટીના ધારાસભ્ય એનકે સુબ્બાને વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા છે.

જો કર્ણાટકની વાત કરવામાં  આવે તો સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેએ એપ્રિલ-મેમાં યોજાનારી આ ચૂંટણીઓ માટે લોકો સુધી પહોંચવા માટે પોતાનું અભિયાન પૂરજોશમાં શરૂ કરી દીધું છે.દરેક પાર્ટી એડી ચોંટનું જોર લગાવતી જોવા મળી રહી છે.

ઘર્મેન્દ્ર પ્રધાને ભૂતકાળમાં અનેક રાજ્યોમાં ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હવે કર્ણાટક રાજ્યને પણ આશા છે કે તેઓ એક સક્ષમ નેતા તરીકે રાજ્યમાં સંગઠનને સંગઠિત કરે અને સ્થાનિક એકમમાં આંતરિક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સફળ સાબિત થશે આ સાથે જ  આ મહત્વપૂર્ણ રાજ્યમાં સત્તા જાળવી રાખવા માટે મહત્તમ પ્રયાસો કરી શકે.