Site icon Revoi.in

દુનિયાના અનેક દેશોમાં મહિલા સાંસદોની સંખ્યા 50 ટકાથી વધારે

Social Share

નવી દિલ્હીઃ ભારતી સંસ્કૃતિમાં મહિલાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે જ મહિલાઓની વિવિધ સ્વરૂપમાં પુજા પણ કરવામાં આવે છે. હાલ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આઝાદીના 75 વર્ષ બાદ મહિલાઓ રાજકારણમાં સક્રિય ભાગીદારી નોંધાવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં નારી શક્તિ વંદના બિલ રજુ કર્યું હતું મહિલાઓના આરંક્ષણને લઈને આ બિલ ઉપર રાજ્યસભા અને લોકસભામાં લંબાણ પૂર્વક ચર્ચા કરાઈ હતી. જો કે, દુનિના અનેક દેશો એવા છે કે જ્યાં મહિલાઓમાં રાજનૈતિક નેતૃત્વ શોધવા અને રાજકારણમાં તેમનું પ્રતિનિધિત્વ વધારવા માટે કેટલાક વર્ષોખી કામગીરી કરી રહ્યાં છે અને કડક નિયમો પણ બનાવીને સુધારા પણ લાગુ કર્યાં છે. જેના સકારાત્મક પરિણામો આ દેશોમાં હાલ જોવા પણ મળી રહ્યાં છે. દુનિયાના અનેક દેશોમાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સાંસદોની સરખામણીએ 50 ટકાથી પણ વધારે છે.

રબાડામાં કુલ સાંસદોની સંખ્યા 80 છે જેમાં 49 સાંસદો મહિલા છે. આમ રબાડાની સાંસદમાં મહિલા પ્રતિનિધિત્વનો દબદબો છે. ગૃહયુદ્ધમાં 8 લાખ નાગરિકોની હત્યા બાદ 2008માં દુનિયાની પ્રથમ મહિલા પ્રભુત્વવાળી રબાડાની સંસદ બની હતી. અનુમાન અનુસાર, ગૃહયુદ્ધમાં પાંચ લાખ મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું અને લાખોની હત્યા થઈ હતી. 1.35 કરોડની જનસંખ્યા ધરાવતા આ દેશમાં મહિલાઓની સમસ્યાઓને દુર કરવા માટે પગલા લેવામાં આવ્યા હતા. સંસદમાં મહિલાઓ માટે 30 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે.

ક્યુબામાં પણ ધીમે-ધીમે મહિલાઓનું નેતૃત્વ વધી રહ્યું છે. ક્યુબામાં 586 સાંસદો પૈકી 313 સાંસદો મહિલા છે. વર્ષ 1999માં ક્યુબાની સંસદમાં 27 ટકા મહિલાઓ સાંસદ હતી. આજે આ આંકડો વધીને 53 ટકા ઉપર પહોંચ્યો છે. નિકારાગુઆમાં કુલ 91 સાંસદો પૈકી 47 મહિલા સાંસદ છે. અહીં વર્ષ 2000માં નવા ચૂંટણી કાનૂનનો અમલ કરીને જેન્ડર કોટા લાગુ કરવામાં આવ્યો હતો. 1999માં અહીં 9.7 ટકા જ મહિલા સાંસદ હતી જે વર્ષ 2022માં વધીને 52 ટકા થી હતી.

ન્યૂઝીલેન્ડમાં હાલ 119 સાંસદ પૈકી 60 ટકા મહિલા સાંસદ છે. વર્ષ 2023માં લેબર પાર્ટીએ પાર્ટીની સંસદીય કોકસમાં 50 ટકા મહિલાઓને લાવવાનો નિર્ણ કર્યો હતો. આમ અહીં માત્ર 10 વર્ષમાં અનેક સુધારા થયાં છે. મેક્સિકોમાં 500 સાંસદો પૈકી 50 ટકા એટલે કે 250 મહિલા સાંસદ છે. અહીં 90ના દાયકામાં 30 અને 2000માં 40 ટકા જેન્ડર ક્વોટા કાનૂન બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં સરકારે મહિલા ઉમેદવારોને લઈને કડક નિયમ બનાવ્યાં છે. એટલું જ નહીં જે તે જિલ્લામાં રાજકીય પાર્ટી મહિલા ઉમેદવારને ના ઉતારે તો પાર્ટીનો પરાજ્ય માની લેવામાં આવે છે.

યુએઈમાં મહિલાઓની સમાન ભાગીદારી છે. યુએઈમાં 40 સાંસદો પૈકી 20 મહિલા સાંસદ છે. અહીં ફેડરલ નેશનલ કાઉન્સિલ માટે 2019માં થયેલી ચૂંટણીમાં 20 સભ્યોમાં સાત મહિલાઓ જીતી હતી. એ જ વર્ષે રાષ્ટ્રપતિએ મહિલાઓનું પ્રતિનિધિત્વ 50 ટકા કરવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. ડિસેમ્બર 2022માં 40 સાંસદો પૈકી 20 મહિલા સાંસદ હતી.

વર્ષ 1997માં માત્ર પાંચ દેશ સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં 30 ટકાથી વધારે મહિલા સાંસદ હતી. પરંતુ અહીં પણ આંકડો વધીને 63 ટકા થયો છે. સંયુક્તરાષ્ટ્ર અનુસાર માત્ર છ દેશની સંસદમાં કોઈ એક સદન અથવા નીચલા સનદમાં 50 ટકાથી વધારે મહિલા સાંસદ છે. 23 દેશમાં 40 ટકાથી વધારે મહિલા સાંસદ છે. જ્યારે 22 દેશ એવા છે જ્યાં મહિલા સાંસદોની સંખ્યા 10 ટકાથી પણ ઓછા છે. ભારત, બ્રાઝિલ, રશિયા વગેરેમાં મહિલા સાંસદોની સંખ્યા વૈશ્વિક ટકાવારીથી અનેક ઘણી પાછળ છે.

દૂનિયામાં કાનૂની રીતે મહિલાઓને સંસદમાં આરક્ષણ આપનારો પ્રથમ દેશ આર્જેન્ટીના છે, આ દેશમાં વર્ષ 1991માં કુલ ઉમેદવારોમાં 30 ટકા મહિલા અનિવાર્ય કરી હતી. વર્ષ 1991માં અહીં મહિલા સાંસદોની સંખ્યા 5.4 હતી. જે હાલમાં વધીને 44.75 ટકા ઉપર પહોંચી છે.