Site icon Revoi.in

પાકિસ્તાનમાં આજે વહેલી સવારે ભયાનક ભૂકંપની ઘટના – 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં 20 લોકોના મોતની શંકા

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાનમાં આજે વહેલી સવારે ભયાનક ભૂકંપના આંચકાો અનુભવાયા હતા. પાકિસ્તાનના બલોચિસ્તાન પ્રાંતના હરનઈમાં આજે વહેલી સવારે ખતરનાક આચંકાઓ અનુભવાયા હતા આ ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોતના  સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર એસોલોજી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ છે, પાકિસ્તાનમાં આશરે વહેલી સવારે 3:30 વાગ્યે આ ઘટના બની હતી જેમાં ઘાયલોની સંખ્યા 100થી વધુ માનવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર પાકિસ્તાનના આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ એ માહિતી આપી હતી કે ઓછામાં ઓછા 15 લોકો દક્ષિણ પાકિસ્તાનમાં ભૂકંપ માં મૃત્યુ પામ્યા હતા. બાલૉકિસ્તાનના પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીના વડાએ એએફપીને કહ્યું કે 15 થી 20 લોકો માર્યા ગયા હોવાની શંકા છે. મૃત્યુની સંખ્યામાં હજી પણ વધારો થઈ શકે છે.

આ ભૂકંપને લઈને એવું કહેવામાં આવ્યું છે કે હરેનઇ વિસ્તારમાં ધરતીકંપના ભયાનક આંચકા લાગ્યાં હતાં.આ આચંકાના કારણે લોકો ભરઊંઘમાં ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા, આ આચંકા ખૂબજ ભયાનક હતા જેણે આખી ઘરકીને હલાવી મૂકી હતી, અત્યાર સુધી માહિતી અનુસાર, મૃત્યુની સંખ્યા ઓછામાં ઓછી 15 થી 20 હોઈ શકે છે. આ ઉપરાંત, ઘણા ઘરો પણ ક્ષતિગ્રસ્ત છે.

Exit mobile version