Site icon Revoi.in

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં,ત્રણ FIR નોંધાઈ-અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પોલીસ દ્વારા બે રીપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે.પોલીસ બદમાશોની શોધમાં દરોડા પાડી રહી છે અને આ હિંસાના માસ્ટર માઇન્ડ હયાત ઝફર હાશ્મી હજુ ફરાર હોવાનું કહેવાય છે.યુપીના ADG કાયદો અને વ્યવસ્થાનું કહેવું છે કે,પોલીસ આરોપીઓને શોધી રહી છે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ સીએમ યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

શુક્રવારે કાનપુરના બીકનગંજમાં થયેલી હિંસાના સંબંધમાં ત્રણ FIR નોંધવામાં આવી છે અને તેમાંથી બે FIR પોલીસે નોંધી છે.જ્યારે ત્રીજી FIR હુમલા અને તોડફોડનો ભોગ બનેલા વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. પોલીસની FIRમાં 40 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે અને તેની સાથે 1000 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને બુલડોઝર પણ ચલાવવામાં આવશે.