Site icon Revoi.in

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જ 1,02,31,600 સ્વેર મીટર ખેતીની જમીન બીનખેતી થઈ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં વધતા જતાં ઉદ્યોગોને કારણે ખેતીની જમીનમાં ઘટાડો થતો જાય છે. અને દરેક જિલ્લાઓમાં ખેતીની જમીન ઘટતી જાય છે. સરકાર દ્વારા ઉદારતાથી ખેતીની જમીનને બીન ખેતીમાં રૂપાંતરિત કરવામાં આવતી હોવાથી બીજીબાજુ ખેડુતોને પણ પોતાની જમીનોના સારા ભાવ મળતા હોવાથી ખેતીની જમીનો વેચી રહ્યા છે. એટલે ખેતીની જમીનો બીન ખેતી થઈ રહી છે. રાજકોટ શહેર-જિલ્લામાં રહેણાકના મકાનો અને ઉદ્યોગો માટે છેલ્લા એક વર્ષમાં 1.02,31,600 સ્વેર મિટર ખેતીની જમીન બીનખેતીમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેતીપ્રધાન ગણાતો ભારત દેશ હવે ઇન્ડસ્ટ્રીઝ પ્રધાન દેશ તરફ ગતિ કરી રહ્યો છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિકરણ થઈ રહ્યું હોવાથી ખેતીની જમીન બિનખેતી થવાના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં જ છેલ્લાં એક વર્ષમાં રૂ.1.02 કરોડ સ્ક્વેર મીટર ખેતીની જમીન બિનખેતી કરવામા આવી છે. જોકે, તેનાથી હવે ખેત ઉત્પાદનતા ઘટે તેવી ભીંતી સેવાઈ રહી છે.

રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીના કહેવા મુજબ જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખેતીમાંથી બિનખેતી જમીન કરવા માટેની અરજીમાં 30 ટકાનો વધારો થયો છે. સ્ક્વેર મીટરની દ્રષ્ટિએ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં આ વર્ષે કુલ 1 કરોડ 2 લાખ 31 હજાર 600 સ્ક્વેર મીટરની ખેતીની જમીન બિનખેતી કરવામા આવી હતી. જ્યારે ખેતીની જમીન બિનખેતી કરવામાં 74માં હકારાત્મકતા જોવા મળી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ, હાલ ટ્યુબવેલ અને નેનો યુરીયાથી ખેતી થઈ રહી છે. જેનાથી ખેતીની ઉન્નત તકનીકનો વિકાસ થયો છે. જેથી ખેત ઉત્પાદન ઉપર કોઈ અસર નહીં થાય અને ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે. જેથી, હવે ખેતીપ્રધાન દેશ તરફથી ઈન્ડસ્ટ્રીઝ પ્રધાન દેશ તરફ ગતિ થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત એ ખેતીપ્રધાન દેશ છે કારણકે અહીં મોટાભાગના લોકો શાકાહારી છે. ખેડૂતો માટે આવકનું એક માત્ર સાધન ખેતી છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી ઔદ્યોગિકરણના વધતા વિકાસને પગલે ખેતીની જમીન બિનખેતી થઈ રહી છે. જેમાં રાજકોટ જિલ્લામાં ગત વર્ષ કરતા ખેતીની જમીન બિનખેતી થવામાં 50% નો રેકૉર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે.