Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં હવે માસ્ક ન પહેરવા પર નહી વસુલાય દંડ -જારી કરાયો આદેશ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે દરેક રાજ્યોમાં કોરોનાના નિયમોમાંથી છૂટ આપવામાં આવી ચબકી છે, આવી સ્થિતિમાં મહારાષ્ટ્ટર અને દિલ્હીમાં માસ્ક પહેરવા બબાતે છૂટ મળી છે,

પ્રાપ્ત વિગત પ્રમાણે હવે દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર કોઈ દંડ નહીં લાગે. શુક્રવારે રાત્રે આ માટે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારે આ માટે આદેશ જારી કરીને સામાન્ય જનતાને રાહત આપી છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઘટતા સકારાત્મકતા દર અને મોટી વસ્તીના રસીકરણને કારણે ડીડીએમએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ હતો. હવે માત્ર જાહેર સ્થળોએ જ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે, તેને ગુનો ગણવામાં આવશે નહીં. 

આ પહેલા મહારાષ્ટ્રમાં ઘટતા કોરોના કેસ બાદ માસ્ક પહેરવાની ફરજિયાત જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.ત્યારે હવે કોરોનાનો કહેર ઘટતા દેશના અનેક રાજ્યો માસ્કમાં છૂટ આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને ગુરુવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે તમામ સંબંધિત પક્ષો અને એજન્સીઓની સર્વસંમતિ હતી. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે, માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. અગાઉ 2 હજાર રુપિયા દંડ હતો,જો કે હવે તે સત્તાવાર રીતે હચટાવી લેવાયો છે