Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો

Social Share

દિલ્હીઃ- દેશમાં હાલ ઉનાળો ચાલી રહ્યો છે છંત્તા કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે અને વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છએ જેને લઈને પાકને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે વિતેલી રાતથી જ રાજધાની દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વપરસાદ ખાબક્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દિલ્હી એનસીઆરમાં  સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદનો આ રાઉન્ડ 30-31 માર્ચે પણ ચાલુ રહેશે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે  30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે કરા અને પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

રાજધાનીમાં વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી લોકોને રાહત મળી છે.ઉલ્લેખનીય છે કે વામાન વિભાગે ગયા અઠવાડિયે આગાહી કરી હતી કે 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.

જો કે આ સિઝનનો ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. પરંતુ મોડી સાંજે વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલની શરૂઆત પણ ખુશનુમા વાતાવરણ સાથે રહેશે

હવામાન  વિભાગની આગાહી મુજબ વિતેલા દિવસને  બુધવારની સાંજથી જ  આકાશમાં વાદળો છવાયેલા હતા અચાનક ઠંડા પવન સૂસવાટા સાથે ફૂંકાવા લાગ્યા અને અનેક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો હતો.