Site icon Revoi.in

લેન્ડ ફોર જોબ મામલે નો કોર્ટે લાલુ પ્રસાદ અને રાબરીને પાસપોર્ટ જમા કરાવાનો આપ્યો આદેશ, મંજુરી વિના નહી જઈ શકે વિદેશ

Social Share

લખનૌઃ-  લાલુ પ્રસાદ યાદવ સામે ઘમા સમયથી  લેન્ડ ફોર જોબ્સમાં કાર્યવાહી ચાલી રહી છએ ત્યારે આજ રોજ આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે  22 સપ્ટેમ્બરે CBI સ્પેશિયલ કોર્ટે નવી ચાર્જશીટને મંજૂરી આપી હતી. આ સાથે જ કોર્ટે લાલુ અને રાબડી સહિત 17 આરોપીઓ સામે સમન્સ જારી કરીને તેમને 4 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં કોર્ટે તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ સ્વીકારી લીધી છે. સીબીઆઈએ પહેલીવાર તેજસ્વી યાદવને પણ આ કેસમાં આરોપી બનાવ્યો છે.

આ સાથે જ આજની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે  આ લોકોએ હવે વિદેશ જતા પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે. ઉલ્લેખનીય છે  કે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ આરોપી ઘોષિત છે.

આ સહીત કોર્ટે આ કેસની આગામી સુનાવણી 29 નવેમ્બરના રોજ નક્કી કરી છે. અગાઉ આ કેસની સુનાવણી 16 ઓક્ટોબરે થઈ હતી. ત્યારબાદ કોર્ટે લાલુને રાહત આપી અને તેમને દરેક સુનાવણીમાં હાજર રહેવાની મંજૂરી આપી. આ સાથે, કોર્ટે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સત્તાવાર પ્રવાસ પર વિદેશ જવાની મંજૂરી આપી હતી. કોર્ટે આ કેસમાં લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 50 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.

 CBIનો આરોપ છે કે લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે આ કૌભાંડ થયું હતું. જેમાં લાલુ પરિવારના સભ્યોના નામે મિલીભગતથી નોકરી લેનારા યુવકો પાસેથી મોટા પાયે જમીન ખરીદવામાં આવી હતી. સીબીઆઈને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ નોકરીઓ મુંબઈ, કોલકાતા, જયપુર અને જબલપુર ડિવિઝનમાં આપવામાં આવી હતી.