Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં તલાકનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, પત્નીની આ આદતથી પતિ હતો પરેશાન

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ત્રણ તલાકનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્નીથી પરેશાન થઈને તલાકનો નિર્ણય લીધો છે. પત્ની રોજ નહાતી નહીં હોવાનો પતિએ દાવો કરીને તલાકની માંગણી કરી છે. આ મામલો વુમન પ્રોટેક્શન સેલ પાસે પહોંચ્યો છે. જ્યાં લગ્ન બચાવવા માટે બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.  તલાકનું કારણ પૂછતા પતિએ કાંઉસલરને કહ્યું હતું કે, મારી પત્ની રોજ નહાતી નથી. હું તેની નહીં નાહવાની આદતથી પરેશાન થઈ ગયો છું અને તેની સાથે રહી શકું તેમ નથી. જેથી મને તલાક અપાવો, પતિની વાત સાંભળીને તમામ લોકો ચોંકી ઉઠ્યાં હતા. આ બાદ બંને વચ્ચે મધ્યસ્થતા કરાવીને લગ્નને બચાવવાનો મોકો આપવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બે વર્ષ પહેલા ચંડોસના યુવાનના નિકાહ ક્વર્સીમાં રહેતી યુવતી સાથે થયાં હતા. લગ્નજીવન દરમિયાન તેમના ઘરે એક દીકરીનો પણ જન્મ થયો હતો. દીકરીના જન્મ બાદ પણ બંનેના સંબંધમાં કોઈ સુધાર આવ્યો ન હતો. બીજી તરફ બંને વચ્ચે દરરોજ ઝઘડા થતા હતા. જેથી કંટાળીને પતિએ પત્ની સાથે નહીં રહેવાનો નિર્ણય કર્યો હતો. આ મામલો વમન પ્રોટેક્શન સેલ પાસે પહોંચ્યો છે. સમગ્ર પ્રકરણમાં બંને વચ્ચે હાલ કાઉન્સીલીંગ ચાલી રહ્યું છે. દંપતિના સંબંધને તૂટતો બચાવવા માટે બંનેના પરિવાર સાથે પણ વાત કરવામાં આવી હતી. કાઉન્સલર તલાકની આ રજીને કોઈ હિંસક તથા ગંભીર ગુનાની રીતે નથી જોતા. જેથી બંને વચ્ચેના વૈચારિક મતભેદને દૂર કરવાનના પ્રયાસ કરી રહ્યાં છે. જેથી તેઓ દીકરી સાથે સુખી લગ્નજીવન જીવી શકે.

(Photo-file)