Site icon Revoi.in

સવારે ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન,રિક્ટર સ્કેલ પર આ હતી તીવ્રતા

Social Share

દિલ્હી : પાકિસ્તાનમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ સવારે લગભગ 5.11 વાગ્યે આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 170 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

આ પહેલા 13 જૂને પાકિસ્તાનના કેટલાક શહેરોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 હતી. રાજધાની ઈસ્લામાબાદ ઉપરાંત લાહોર, પેશાવર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એનસીએસે આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના કાબુલમાં જણાવ્યું હતું. ભૂકંપના આ જોરદાર આંચકા ભારતના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં ઘણી વખત અલગ-અલગ તીવ્રતાના ભૂકંપ આવે છે. 2005 માં પાકિસ્તાનમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપમાં 74,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.