Site icon Revoi.in

ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ,વિદ્યાર્થીઓ શોધી શકે છે અન્ય વિકલ્પ

Social Share

દિલ્હી: ભારત કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે વિદ્યાર્થીઓ પણ કેનેડા જવાનુ ટાળીને અન્ય દેશો તરફ નજર કરી રહ્યા છે. જાણકારી અનુસાર, જે વિદ્યાર્થીને કેનેડા જવામાં સંકોચ હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંજવણ હોય તો તે આ દેશો વિશે જરૂર વિચારી શકે છે. જો વાત કરવામાં આવે દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 2 થી 7 લાખ રૂપિયામાં ડિગ્રી મેળવવાની તક મળે છે. સિંગાપોરમાં એક વર્ષના અભ્યાસનો ખર્ચ 17 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

· ઇટાલી વિશ્વની કેટલીક સૌથી જૂની યુનિવર્સિટીઓનું ઘર છે. અહીં એક વર્ષના શિક્ષણનો ખર્ચ 8 લાખ રૂપિયા સુધીનો છે.
· ભારતીય વિદ્યાર્થીઓ નેધરલેન્ડમાં 8-14 લાખ રૂપિયાના ખર્ચે અભ્યાસ કરી શકે છે.
· ફ્રાન્સમાં ટ્યુશન ફી ઘણી ઓછી છે. અહીં અભ્યાસનો વાર્ષિક ખર્ચ 8 લાખ રૂપિયા સુધીનો છે.
· જર્મની નવીનતાની ભૂમિ છે. અહીં એક વર્ષના શિક્ષણનો ખર્ચ 23 લાખ રૂપિયા સુધી જાય છે.
· તાઇવાન અભ્યાસ માટે સારો વિકલ્પ બની શકે છે. અહીં તમે 2 થી 10 લાખ રૂપિયાના ખર્ચે અભ્યાસ કરી શકો છો.
· નોર્વે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સારો દેશ છે. અહીં અભ્યાસનો વાર્ષિક ખર્ચ 2 થી 18 લાખ રૂપિયા સુધીનો છે. આયર્લેન્ડમાં શિક્ષણનો ખર્ચ 9 થી 12 લાખ રૂપિયા છે. ભારતીયો માટે અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા સારું સ્થળ છે. અહીં અભ્યાસનો ખર્ચ 11 થી 23 લાખ રૂપિયા સુધીનો છે.

ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ અનુસાર 2022માં ભારતમાંથી 2,26,450 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા. તેમાંથી લગભગ 1.3 લાખ વિદ્યાર્થીઓ એકલા પંજાબના હતા. ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડાના અર્થતંત્રમાં અબજો રૂપિયાનું રોકાણ કરે છે.