Site icon Revoi.in

રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓને અપાશે વેક્સિન

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્.ય પરજોશમાં ચાલી રહ્યું છે, જે એક ઐરિહાસિક રસીકરમ છે, જ્યા એક સાથે રોજના લાખો લોકોને વેક્સિનનો ડોઝ અપાઈ રહ્યો છે ત્યારે વેક્સિનેશનની શરુાતમાં જ વેક્સિન લેવાની બાબતે અનેક પ્શ્નો ઊભા થયા હતા જેમાં નેતાઓ વેક્સિન લેશે કે કેમ તે વાતે પણ જોર પકડ્યું હતું.

ઉલિલેખનીય છએ કે,દેશમાં કોરોના રસીકરણની  રજૂઆત બાદ કહેવામાં આવી રહ્યું  છે કે નેતાઓ અત્યાર સુધી કોરોનાની વેક્સિન કેમ નથી લઈ રહ્યા? તેઓ પણ જનતાના પ્રતિનિધિ  છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો,હર્ષ વર્ધનને ત્રણ મહિના પહેલા કહ્યું હતું કે આ વેક્સિન મળ્યા બાદ તેઓ  પોતે આ વેક્સિનનો પહેલા ડોઝ લેશે, પરંતુ 16 જાન્યુઆરીએ તેમણે દિલ્હી એઇમ્સમાં વોક્સિન લીધી ન હતી.

ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે દેશના વડા પ્રધાનથી લઈને મુખ્યમંત્રી અને સાંસદ સુધના તમામ લોકો વેક્સિનના, બીજા તબક્કામાં કોરોનાની સરી લઈ શકે છે. હાલમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે જે આગામી એપ્રિલ સુધીમાં સમાપ્ત થવાની શક્યતાઓ છે.

મોદીમંડળના 95 ટકા મંત્રીઓ રસીકરણમાં ભાગ લઈ શકે છે

બીજા તબક્કામાં દેશના તે 75 ટકા સાંસદો, મુખ્ય મંત્રીઓને વેક્સિન આપવામાં આવશે  જેમની ઉમર 50થી વધુ ઉમર છે, જન પ્રતિનિધિઓ જેમાં જીવનશૈલીને લગતા રોગો જેવા કે હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ વગેરે અનિયંત્રિત સ્થિતિમાં હશે તેઓને અગ્રતા આપવામાં આવશે. પીઆરએસ કાયદાકીય સંશોધન મુજબ, લોકસભામાં 343 અને રાજ્યસભામાં 200 સભ્યો 50 કે તેથી વધુ ઉંમરના છે. એ જ રીતે, મોદી સરકારના મંત્રીમંડળના 95 ટકા પ્રધાનો રસીકરણમાં ભાગ લઈ શકે છે.

રસીકરણ માટે સ્થાપિત રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના નિષ્ણાતો પણ વાતથી સહમત છે કે વહેલી તકે 27 કરોડ લોકોને રસી આપવા માટે રાજકારણીઓનો સહયોગ જરૂરી છે. દિલ્હી એઈમ્સના વરિષ્ઠ અધિકારી અને સૈન્યના સભ્યએ કહ્યું કે રસીકરણ અંગે લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. નેતાઓ આ ગેરસમજોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે સંકેત આપ્યો છે કે વડા પ્રધાન એપ્રિલ મહિનામાં તમામ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આ અંગેની માહિતી આપી શકે છે.

સાહિન-