Site icon Revoi.in

કચ્છના નાના રણમાં પાણી અને કાદવ કીચડ વચ્ચે અગરિયાઓ મીઠું પકવવાની કાળી મજુરી કરી રહ્યા છે

Social Share

સુરેન્દ્રનગરઃ  ઝાલાવાડ પંથકમાં પાટડી, ખારાઘોડા, ધ્રાંગધ્રા-હળવદ સહિતનો કેટલોક વિસ્તારનો કચ્છના નાના રણમાં સમાવેશ થયેલો છે. જેમાં મીઠાનું સારૂએવું ઉત્પાદન થાય છે. અફાટ રણમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવે છે. રણકાંઠાના સેંકડો અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે સપ્ટેમ્બરથી આઠ મહિના રણમાં પડાવ નાંખીને મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. અને આ વર્ષે અગરિયાઓ રણમાં મીઠું પકવવા ઉતર્યાને વરસાદ ઝીંકાતા અગરિયાઓ રણમાં ફસાયા હતા. અને બે ત્રણ દિવસથી ભારે જહેમત બાદ પગપાળા ચાલીને ચાલીસથી પચાસ કિ.મી.નું અંતર કાપીને પોતાના માદરે વતન પહોંચ્યા હતા. પરંતુ હવે રણમાં મીઠું પકવવાની સીઝન મોડી પડવાની દહેશત ઉભી થતાં રણમાં ચિક્કાર પાણી અને કાદવ કીચડ વચ્ચે સેંકડો અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા ફરીવાર ઉતર્યા છે. અને વેરાન રણમાં કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાની શરૂઆત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં અંદાજે 2000થી વધુ અગરિયા પરિવારો પેઢી દર પેઢી પરંપરાગતરીતે મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. અને વર્ષના આઠ મહિના પોતાના પરિવારજનો સાથે કંતાનનું ઝુંપડું બાંધી ઉનાળામાં ધોમધખતા આકરા તાપમાં અને શિયાળામાં ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીમાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવતા હોય છે. આ વર્ષે અગરિયાઓ રણમાં મીઠું પકવવા ઉતર્યાને રણમાં વરસાદ ઝીંકાતા સેંકડો અગરિયાઓ રણમાં ફસાયા હતા. અને બે ત્રણ દિવસથી ભારે જહેમત બાદ પગપાળા ચાલીને ચાલીસથી પચાસ કિ.મી.નું અંતર કાપીને કે ટ્રેક્ટરમાં મહા મુસિબતે પોતાના માદરે વતન પરત પહોંચ્યા હતા. પરંતુ હવે રણમાં મીઠું પકવવાની સીઝન મોડી પડવાની દહેશત ઉભી થતાં રણમાં ચિક્કાર પાણી અને કાદવ કીચડ વચ્ચે સેંકડો અગરિયા પરિવારો ફરીવાર રણમાં મીઠું પકવવા ઉતર્યા છે. અને વેરાન રણમાં ભયંકર કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાની શરૂઆત કરી છે. ત્યારે આ વર્ષે અગરિયા સમુદાયને રણ બેઠા મીઠાના સારા ભાવ મળતા અગરિયાઓ કાદવ કિચડના સામ્રાજ્યમાં પણ રણમાં પહોંચીને મીઠાનું વધારેમાં વધારે ઉત્પાદન લઇ સારી એવી કમાણી કરી પગભર બનવા મથી રહ્યાં છે.