1. Home
  2. Tag "Agarias"

કચ્છના નાના રણમાં અગરિયાઓ અસહ્ય ગરમીમાં પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જિલ્લાના ખારાઘોડા, પાટડી અને ધ્રાંગધ્રા અને દસાડાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ અફાટ ગણાતા રણ વિસ્તારમાં ઘોમધખતા તાપમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉનાળાની સીઝનમાં અગરિયાઓ સૌથી વધુ પીવાના પાણીની સમસ્યા ભોગવતા હોય છે. […]

કચ્છના નાના રણમાં મીઠાંપોથી હોય એવા અગરિયાઓને પ્રવેશ આપવા HCનો આદેશ

અમદાવાદઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને  પ્રવેશ માટે વન વિભાગ દ્વારા રોક લગાવાતા 51 જેટલા અગરિયાઓએ સંયુક્તરીતે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં અરજદારના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે, વર્ષ 2008માં રાજ્ય સરકારે અગરિયાઓને મીઠા પોથી આપી હતી. ઘુડખર અભયારણ્ય માટે રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગ સહિત 05 વિભાગની કમિટી છે. અગરિયાને […]

કચ્છના નાનારણમાં મીઠું પકવતા 2000 અગરિયાઓની કડકડતી ઠંડીમાં દયનીય હાલત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન તો કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાની કફોડી હાલત બની છે. ખારાઘોડાના અફાટ રણમાં અગરિયાઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરીને કાળી મજુરી કરે છે. નાના રણમાં ઠંડીનો પારો ગગડીને 10 ડીગ્રીની અંદર પહોંચતા […]

કચ્છના નાના રણમાં પાણી અને કાદવ કીચડ વચ્ચે અગરિયાઓ મીઠું પકવવાની કાળી મજુરી કરી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ  ઝાલાવાડ પંથકમાં પાટડી, ખારાઘોડા, ધ્રાંગધ્રા-હળવદ સહિતનો કેટલોક વિસ્તારનો કચ્છના નાના રણમાં સમાવેશ થયેલો છે. જેમાં મીઠાનું સારૂએવું ઉત્પાદન થાય છે. અફાટ રણમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવે છે. રણકાંઠાના સેંકડો અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે સપ્ટેમ્બરથી આઠ મહિના રણમાં પડાવ નાંખીને મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. અને આ વર્ષે અગરિયાઓ રણમાં મીઠું પકવવા […]

કચ્છના નાના રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ વરસાદને લીધે ટ્રેકટર સાથે રેતીમાં ફસાયાં

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પાટડી-ખારાધોડાથી લઈને મોરબીનો હળવદ સહિતનો કેટલાક વિસ્તારનો કચ્છના નાના રણ તરીખે ઓળખાય છે. આ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવીને રોજી રોટી મેળવે છે. આમ તો શિયાળો અને ઉનાળો એમ આઠ મહિના મીઠાની ખેતી થતી હોય છે. પરંતુ ચોમાસામાં રણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અગરિયાઓ રણ વિસ્તારમાં જતાં નથી. પરંતુ […]

કચ્છના નાન રણમાં મીઠું પકવતા અગરિયાઓ તંત્રના વાંકે પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ સરકારી તંત્રના વાંકે કચ્છના નાના રણમાં અગરિયાઓ અને તેના પરિવારો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને આકરા ઉનાળાની 45 ડીગ્રી આગ ઓકતી ગરમીમાં 20 દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન […]

ટેન્કરથી અગરિયાઓ માટે પાણી મોકલાય છે, પણ ટેન્કચાલકો પાણી ન પહોંચાડીને રોકડી કરી લે છે

મોરબીઃ ઉનાળાની અસહ્ય ગરમીએ સૌને અકળાવી મુક્યા છે. ત્યારે જિલ્લામાં પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળે છે. જેમાં હળવદના રણકાંઠા વિસ્તારમાં અંતરિયાળ વસવાટ કરી મીઠું પકવતા અગરિયાઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. સરકારી ચોપડે તંત્ર દ્વારા ટેન્કર દોડતા કરાયા છે, પરંતુ અગરિયાઓ પાસે રૂપિયા 200 – 200ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code