1. Home
  2. Tag "Small deserts of Kutch"

કચ્છના નાના રણમાં અગરિયાઓ અસહ્ય ગરમીમાં પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જિલ્લાના ખારાઘોડા, પાટડી અને ધ્રાંગધ્રા અને દસાડાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ અફાટ ગણાતા રણ વિસ્તારમાં ઘોમધખતા તાપમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉનાળાની સીઝનમાં અગરિયાઓ સૌથી વધુ પીવાના પાણીની સમસ્યા ભોગવતા હોય છે. […]

કચ્છના નાના રણમાં મીઠાંપોથી હોય એવા અગરિયાઓને પ્રવેશ આપવા HCનો આદેશ

અમદાવાદઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને  પ્રવેશ માટે વન વિભાગ દ્વારા રોક લગાવાતા 51 જેટલા અગરિયાઓએ સંયુક્તરીતે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં અરજદારના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે, વર્ષ 2008માં રાજ્ય સરકારે અગરિયાઓને મીઠા પોથી આપી હતી. ઘુડખર અભયારણ્ય માટે રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગ સહિત 05 વિભાગની કમિટી છે. અગરિયાને […]

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, 102 જાતના વિવિધ રંગબેરંગી પક્ષીઓનો કલરવ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી અને ખારાઘોડાનો વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. અફાટ ગણાતા આ રણના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલા છે. જેથી મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોચ્યા છે. અને રણના છીછરા પાણીમાં છબછબીયા કરીને રંગબેરંગી પક્ષીઓનો કલરવથી અનોખો નજારો જોવા મળી રહ્યો છે. કચ્છના નાના રણ વિસ્તારમાં ઠંડીની સીઝનમાં હજારો કિલોમીટરનું […]

કચ્છના નાના રણમાં શિયાળાના આગમન પહેલા જ વિદેશી પક્ષીઓનું આગમન

સરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારના અફાટ રણમાં વિદેશી પક્ષીઓનું શિયાળાના પહેલા જ આગમન થઈ ગયું છે. અને રણમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબિયા કરતા પક્ષીઓના કલરવનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ પક્ષીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ રણમાં કામ કરતા અગરિયાઓ પણ પક્ષીઓને કોઈ ખલેલ […]

કચ્છના નાના રણના છીછરા પાણીમાં છબછબીયાં કરવા વિદેશી પક્ષીઓનો થયો જમાવડો

પાટડીઃ ગુજરાતમાં શિયાળાના આગમન પહેલા જ નળ સરોવર, થ્રોળનું તળાવ, તેમજ કચ્છના નાન રણમાં જ્યાં પાણી ભરાઈ રહેતા હોય તેવા વિસ્તારોમાં  વિદેશી પક્ષીઓ આવતા હોય છે. કચ્છના નાના રણમાં વરસાદને લીધે  નજર નાંખો ત્યાં સુધી છીંછરા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે છીછરા પાણીમાં છબછબીયા કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. […]

કચ્છના નાના રણના અભ્યારણ્યમાં આઈ કાર્ડ અપાયા છે, તેવા અગરિયાઓને જ પ્રવેશ અપાશે

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતો વિસ્તાર પાટડી, ખારાઘોડાથી લઈને છેક હળવદ સુધી પથરાયેલો છે. આ રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય આવેલુ હોવાથી વર્ષોથી કામ કરી રહેલા હોય એવા અગરિયાઓને તંત્ર દ્વારા ઓળખપત્રો આપવામાં આવ્યા છે. અને મીઠાંની સીઝનમાં જે અગરિયાઓ પાસે ઓળખકાર્ડ હશે તેમને જ  વન વિભાગ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જો કે અગરિયાઓ દ્વારા […]

કચ્છના નાના રણમાં વરસાદી પાણી ભરાયા, દુર સુધી જોવા મળતા વિશાળ સરોવર જેવા દ્રશ્યો,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક પર મેધરાજા વધુ મહેરબાન બન્યા હોય તેમ અષાઢ મહિનાના પ્રારંભથી જ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં વરસાદને કારણે બેટ સમાન પાણી ભરાયું છે. અને જ્યાં નજર પહોંચે ત્યાં સુધી સરોવર સમાન પાણી ભરાયેલું જોવા મળી રહ્યું […]

કચ્છના નાના રણમાં અંગારા ઓકતી અસહ્ય કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સૌથી વધુ દયનીય હાલત ખારાઘોડા અને પાટડી સહિતના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાઓની છે. હીટવેવના પગલે કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગરિયા પરિવારોની હાલત દયનીય બની છે. આખા રણમાં ક્યાંય કોઇ […]

કચ્છના નાના રણમાં તંત્રના પાપે 2000 જેટલા અગરિયા પરિવારો પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારોમાં અનેક અગરિયા પરિવારો કાળી મજુરી કરીને ગુજરાન ચલાવે છે. કાળઝાળ ગરમીમાં પણ અગરિયાઓ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરતા હોય છે. આવા અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા ટેન્કરોથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કરથી પાણી પહોચાડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો છે. […]

કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઈનબદ્ધ માળાં વસાહત, વન વિભાગે મેળવી માહિતી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પાટડી, ખારાઘોડા અને છેક હળવદ અને ત્યાંથી કચ્છ સુધીનો વેરાન વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે, આ નાના રણમાં ઘુડસર અભ્યારણ્ય તેમજ મીઠાના અગરો આવેલા છે. ઉપરાંત કેટલાક સ્થળોએ ખારા પાણીના છીછરા સરોવર પણ આવેલા છે. જો કે ઉનાળાના સમયમાં માણસ તો શું પશુ-પક્ષીઓ પણ આ વિસ્તારમાંથી સ્થળાંતર કરી જતાં હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code