Site icon Revoi.in

શાહરૂખ અને કેટરિના કોરોના વાયરસની ઝપેટમાં,કરણ જોહરની પાર્ટીમાં આપી હતી હાજરી  

Social Share

મુંબઈ:દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે જ સમયે, બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એક પછી એક કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. હાલમાં જ આદિત્ય રોય કપૂરના કોરોના સંક્રમિત હોવાની માહિતી સામે આવી છે.તે જ સમયે, હવે બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન અને અભિનેત્રી કેટરીના કૈફ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

અભિનેતા શાહરૂખ ખાનનો કોવિડ-19 માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ છે. અક્ષય કુમાર પણ તાજેતરમાં કોવિડમાંથી બહાર આવ્યો છે. અગાઉ એવા અહેવાલ હતા કે કેટરિના કૈફ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.અભિનેત્રી ગયા અઠવાડિયે વિજય સેતુપતિ સાથે શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કરવાની હતી પરંતુ કોવિડ પોઝિટિવ આવતાં તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.આ જ કારણ છે કે અબુ ધાબીમાં એક ઈવેન્ટ માટે કેટ પતિ વિકી કૌશલ સાથે ન હતી.

કેટરિના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. કેટરીનાએ કહ્યું, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં તરત જ મારી જાતને આઈસોલેટ  કરી લીધી છે અને હોમ ક્વોરેન્ટાઈનમાં રહીશ.” તેણે કહ્યું, “હું મારા ડૉક્ટરોની સલાહ પર તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છું. મારા સંપર્કમાં આવનાર દરેકને અપીલ કરું છું. તે તુરંત પોતાનો ટેસ્ટ કરાવી લે. તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર. સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો.”

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી સેલિબ્રિટી કોરોનાથી સંક્રમિત થઈ છે.તાજેતરના દિવસોમાં અક્ષય કુમાર, આમિર ખાન, આલિયા ભટ્ટ, આર માધવન, રણબીર કપૂર, ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી, ગાયક આદિત્ય નારાયણ, અભિનેત્રી ભૂમિ પેડનકર, વિકી કૌશલ, કોમેડિયન કુણાલ કામરા અને શશાંક ખેતાન સંક્રમિત થયા હતા. તેમાંથી મોટાભાગના બોલિવૂડ સ્ટાર કરણ જોહરની બર્થડે પાર્ટીમાં પણ સામેલ થયા હતા.

 

Exit mobile version