- દિલ્હી-એનસીઆર શીત લહેરની ઝપટમાં
- તાપમાનમાં સતત થઈ રહ્યો છે ઘટાડો
- બે દિવસ પછી મળી શકે છે રાહત
દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે,કોલ્ડવેવને કારણે દિલ્હી-એનસીઆરમાં ઠંડી પડી રહી છે. તો પહાડ, મેદાનોમાં પણ પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે,ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં અસર થઈ રહી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે,ઉત્તર-પશ્ચિમ ભારતમાં બુધવાર સુધી ઠંડીની લહેરથી ગંભીર શીત લહેરોની સ્થિતિ શરૂ રહેવાની શક્યતા છે અને તે પછી ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ મધ્ય અને પૂર્વ ભારતમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તશે અને તે પછી રાહત મળવાની સંભાવના છે.આ કડકડતી ઠંડીથી બચવા માટે લોકો દિલ્હીના રસ્તાઓ પર તાપણું કરતા જોવા મળે છે.
ભારતીય હવામાન વિભાગએ સોમવારે જણાવ્યું હતું કે,ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ શીત લહેરથી લઈને ગંભીર શીત લહેરની સ્થિતિ ચાલુ રહેવાની અને તે પછી ઘટાડો થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી મધ્ય અને પૂર્વ ભારતમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તશે અને તે પછી રાહત મળવાની સંભાવના છે.