Site icon Revoi.in

વર્ષ 2021-22માં લગભગ 8.59 લાખ મહિલાઓની આગેવાની હેઠળ MSMEs નોંધાયા

Social Share

નવી દિલ્હીઃ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મહિલાઓ પણ આત્મનિર્ભર બને તે માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન વર્ષ 2021-22માં 28મી માર્ચ સુધીમાં લગભગ 8.59 લાખ મહિલાઓની આગેવાની હેઠળ MSMEs નોંધાયા હતા.

ભારત સરકારે ચાઇલ્ડ સેક્સ રેશિયો (CSR)માં ઘટાડાના મુદ્દા અને જીવન ચક્રના સાતત્યમાં કન્યાઓના સશક્તીકરણના સંબંધિત મુદ્દાઓને સંબોધવા જાન્યુઆરી 2015માં બેટી બચાવો બેટી પઢાવો (BBBP) યોજના શરૂ કરી હતી. બેટી બચાવો બેટી પઢાવો યોજનાના ઉદ્દેશ્યો લિંગ પૂર્વગ્રહયુક્ત લૈંગિક પસંદગીયુક્ત નાબૂદીને રોકવા, બાળકીનું અસ્તિત્વ અને રક્ષણ સુનિશ્ચિત કરવા અને બાળકીના શિક્ષણ અને સહભાગિતાને સુનિશ્ચિત કરવાનો છે.

સરકારે જુલાઈ 2020માં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ની નોંધણી માટે ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ ફાઇલ કરવાની અગાઉની પ્રક્રિયાને ઉદ્યમ નોંધણી સાથે બદલી. ઉદ્યમ નોંધણી પોર્ટલ પર નોંધાયેલ મહિલાઓની આગેવાની હેઠળના MSMEની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020-21 દરમિયાન પોર્ટલ પર 4.9 લાખ મહિલાઓની આગેવાની હેઠળ MSMEs નોંધાયા હતા, જ્યારે વર્ષ 2021-22 (28.03.2022 સુધી) દરમિયાન લગભગ 8.59 લાખ મહિલાઓની આગેવાની હેઠળ MSMEs નોંધાયા હતા.

ભારતીય રિઝર્વ બેંક પાસે ઉપલબ્ધ ડેટા મુજબ, 31.3.2021 ના ​​રોજ, દેશની અનુસૂચિત વ્યાપારી બેંકોમાં કુલ 211.65 કરોડ ખાતાઓમાંથી, 70.64 કરોડ ખાતા મહિલા ખાતાધારકોના છે. 2015માં યોજનાની શરૂઆત થઈ ત્યારથી લઈને પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ મહિલા ઉદ્યોગ સાહસિકોને લોન આપવામાં આવે છે.