Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં હવે  દરેક ખાનગી શાળાઓ ફી વધારી શકશે- યોગી સરકારે આપી મંજૂરી

Social Share

લખનૌઃ-  ઉત્તરપ્રેદેશની સરકાર અનેક મહત્વના નિર્ણયો લેવામાં દેશભરના રાજ્યમાં મોખરે જોવા મળે છે ત્યારે હવે યુપી સરકારે 2022-23ના શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

આ સાથે જ  ફી વધારાની ગણતરી વર્ષ 2019-20ની ફીના આધારે કરવામાં આવશે. તાજેતરના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર ફીમાં વાર્ષિક વધારાની ગણતરી કરવા અને ઉમેરવા માટે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે, આ શરતને આધીન છે કે બેઝ યર ફીમાં પાંચ ટકાથી વધુ વધારો કરવામાં આવશે નહીં.

અધિક મુખ્ય સચિવ ગૃહ આરાધના શુક્લાએ આ અંગે શનિવારેઆદેશ જારી કર્યો હતો. આદેશમાં શૈક્ષણિક સત્ર 2022-23 માટે ફીમાં વધારો ન કરવા અંગે 7 જાન્યુઆરી, 2022 ના રોજ જારી કરાયેલ આદેશને રદ કરવામાં આવ્યો છે.

સત્ર 2022-23 માટે ફી વધારાની ગણતરી કરતી વખતે, વર્ષ 2020-21 અને 2021-22માં ફીની કાલ્પનિક ગણતરી કરવામાં આવશે નહીં. તમામ જિલ્લા શાળા નિરીક્ષકો અને વિભાગીય સંયુક્ત શિક્ષણ નિયામકને મોનીટરીંગ કરવા માટે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શાળા આદેશમાં આપવામાં આવેલી વ્યવસ્થા કરતાં વધુ ફી વધારી શકે નહીં.

નવા આ આદેશ રાજ્યમાં કાર્યરત તમામ શિક્ષણ બોર્ડની ફાયનાન્સ વિનાની શાળાઓને લાગુ પડશે. કોવિડ-19ના કારણે પ્રથમ વખત શૈક્ષણિક સત્ર 2020-21 માટે ફી ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને 27 એપ્રિલ 2020ના રોજ આદેશ જારી કરવામાં આવ્યો હતો.આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019-20ના ફી માળખાને આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેતા, ઉત્તર પ્રદેશ સેલ્ફ-ફાઇનાન્સ્ડ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ એક્ટ 2018 હેઠળ ફી વધારી શકાય છે.જો કે આ માટેના ઘારાઘોરણો પણ નક્કી છે તે પ્રમાણે વધુ ફી ખાનગી ળઆળઆઓ વસુલી નહી શકે.