Site icon Revoi.in

3 ભારતીય સહાયતા પ્રાપ્ત વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન,ભારત-બાંગ્લાદેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે- પીએમ મોદી

Social Share

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રીતે ત્રણ ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

ત્રણ પ્રોજેક્ટ્સ અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઈન અને બાંગ્લાદેશના રામપાલમાં મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટનું યુનિટ-2 છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ત્રણ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે પીએમ શેખ હસીનાએ કહ્યું, અમારા બંને દેશો વચ્ચે મિત્રતાના બંધનને મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધતા બદલ હું આભાર વ્યક્ત કરું છું.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ આનંદની વાત છે કે ફરી એકવાર અમે ભારત-બાંગ્લાદેશ સહયોગની સફળતાની ઉજવણી કરવા માટે સાથે આવ્યા છીએ. અમારા સંબંધો સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. છેલ્લા 9 વર્ષમાં અમે સાથે મળીને જે કામ કર્યું છે તે તેના પહેલાના દાયકાઓમાં પણ નથી થયું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરહદ પર શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત કરવા માટે, અમે જમીન સરહદ કરાર પર હસ્તાક્ષર કર્યા જે દાયકાઓથી પેન્ડિંગ હતા. અમે દરિયાઈ સરહદ પણ ઉકેલી છે… ઢાકા, શિલોંગ, અગરતલા, ગુવાહાટી અને કોલકાતાને જોડતી 3 નવી બસ સેવાઓ છેલ્લા 9 વર્ષમાં શરૂ કરવામાં આવી છે…છેલ્લા 9 વર્ષમાં 3 નવી ટ્રેન સેવાઓ પણ શરૂ થઈ છે. 2020 થી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાર્સલ અને કન્ટેનર ટ્રેનો પણ દોડી રહી છે… ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિશ્વની સૌથી મોટી ક્રૂઝ ગંગા વિલાસ શરૂ કરીને પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે..