Site icon Revoi.in

અયોધ્યા ખાતે લતા મંગેશકર ચોકનું ઉદ્ધાટન – પીએમ મોદીએ કહ્યું, ‘લતાજીના સ્વરમાં આસ્થા અને આધ્યાત્મિકતા ગુંજે છે’

Social Share

લખનૌઃ- આજરોજ અયોધ્યા ખાતે મશહૂર સિંગર લતા મંગેશકરના નામના ટોકનું ઉદ્ધાટન પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ડિજિટલ રીતે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં  કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી પણ લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. લતા મંગેશકર ચોકના ઉદ્ઘાટન સમારોહમાં તેમના ભત્રીજા આદિનાથ મંગેશકર અને પુત્રવધૂ કૃષ્ણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સહીત આ સમારોહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ અને રાજ્ય સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જયવીર સિંહ અને સંત-ધર્માચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં વીડિયો સંદેશ આપીને અયોધ્યાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું કે લતા દીદીના અવાજમાં આસ્થા, આધ્યાત્મિકતા અને પવિત્રતા ગુંજે છે. તેમના દ્વારા ગાયેલા ભજનોમાં દિવ્ય મધુરતા હતી. તેમનો અવાજ દેશના દરેક કણને યુગો સુધી જોડાયેલ રાખશે.

આ સાથે જ પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે લતા દીદીના નામ પર રાખવામાં આવેલ આ ચોક આપણા દેશમાં કલા જગત સાથે સંકળાયેલા લોકો માટે પ્રેરણાના સ્થળ તરીકે પણ કામ કરશે. આ સાથે જ ભારતના મૂળ સાથે જોડાયેલા રહીને, આધુનિકતા તરફ આગળ વધીને, ભારતની કલા અને સંસ્કૃતિને દુનિયાના ખૂણે ખૂણે લઈ જવાની પણ આપણી ફરજ છે.

આ પ્રસંગે પીએમ મોદી અએ લતાજીને યાદ કરીને તેમણે ગાયેલું એક સોંગનો પણ જીક્ર કર્યો હતો,તેમણે કહ્યું કે લતા દીદીએ ગાયેલું ગીત પણ યાદ આવી રહ્યું છે, મન કી અયોધ્યા તબ તક સુની જબ તક રામ ન આયે. ઉલ્લેખનીય છે કે કરોડો લોકોમાં રામના નામથી આદર પામનાર લતા દીદીનું નામ અયોધ્યા શહેર સાથે કાયમ માટે સ્થાપિત થઈ ગયું છે.તેમણે એમ પણ કહ્યું કે  લતાજી મનવે ઘણી વાર કહેતા હતા કે માણસ ઉંમરથી નહીં, કર્મોથી બને છે. લતાજી મા સરસ્વતીના આવા જ એક સાધક હતા,આ સાથે જ તેમણએ સીએમ યોગીનો આભાર વ્યક્ત કર્યો હતો,અને કહ્યું કે હું યોગીજીની સરકાર, અયોધ્યા વિકાસ સત્તામંડળ અને અયોધ્યાના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.