Site icon Revoi.in

કોરોના કાળમાં ઘરેલુ હિંસાના બનાવો વધ્યાંઃ અભ્યમમાં દર મહિને સરેરાશ 4000 જેટલી મહિલાઓ કરે છે ફરિયાદ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓ ઉપરના ઘરેલું અત્યાચારોને રોકવા માટે સરકારે અભયમ્ હેલ્પલાઈન શરૂ કરી છે. તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષે 1.50 લાખ જેટલી ફરિયાદો મળે છે, કોરોના સંક્રમણ પછી મહિલાઓએ 108 હેલ્પલાઇનનો વધુ ઉપયોગ કર્યેા હતો, સરકાર આ સેવા પાછળ વર્ષે બે કરોડનો ખર્ચ કરી રહી છે.

ગુજરાતમાં 181 નંબરની હેલ્પલાઇન અભયમ મહિલાઓ માટે આશીર્વાદપ બની છે પરંતુ તેનાથી પોલીસ માટે પણ કામનું ભારણ વધ્યું છે. સર્વેક્ષણ પ્રમાણે દર મહિને રાજ્યમાં અભયમ હેલ્પલાઇનમાં સરેરાશ 10 હજારથી વધુ ફરિયાદો આવી રહી છે જે પૈકી4000 જેટલી ફરિયાદો ઘરેલું હિંસાની જોવા મળી છે. કોરોના સંક્રમણના સમયમાં ઘરેલું હિંસાના બનાવો વધતાં આ ફરિયાદો વધી હોવાનું ગૃહ વિભાગ માની રહ્યો છે.

રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 108  નંબર પર ડાયલ કરવાથી મહિલા સબંધિત ગુનાઓમાં પોલીસનું રક્ષણ મળે છે. કોરોના વર્ષ 2020માં અભયમમાં ફરિયાદોની સંખ્યા એક લાખ કરતાં વધી ગઇ હતી, જે પૈકી 40 ટકા ફરિયાદો ઘરેલું હિંસાની જોવા મળે છે. કોઇપણ યુવતી કે મહિલા તેની સામે અન્યાય થાય કે તેની છેડતી થાય તો તે 108 પર કોલ કરી રહી છે. સામાન્ય રીતે મહિલાઓ ઘરેલું હિંસા ઉપરાંત મેન્ટલ હેલ્થ ઇસ્યુ તેમજ ફાયનાન્સિયલ ઇસ્યુ માટે પણ કોલ કરી રહી છે.

આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત  રાખવામાં આવે છે. મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે. પ્રત્યેક કોલનું માળખાગત બેક ઓફિસદ્ દ્વારા ફોલોઅપ અને સંતોષકારક સમસ્યાનું નિવારણ થાય છે. જો કે હવે 112  હેલ્પલાઇન નંબરમાં 108 ની સેવાઓને સાંકળી લેવામાં આવી છે