Site icon Revoi.in

ઉનાળામાં દરરોજ આહારમાં સામેલ કરો કાકડી , લૂ થી બચાવે છે અને બોડી ડિહાઈડ્રેડ થતા અટકાવે છે

Social Share

 

ઉનાળો આવતાની સાથએ જ ચક્કર આવવા, માથું દુખવું જેવી સમસ્યાઓ વધી જાય છએ અને તેનું કારણ દિવસભર કામ કરવું અને પુરતા પ્રમાણમાં આહાર ન લેવો, ખાસ કરીને ઉનાળામાં વિટામિન સી ની જરુર હોય છે જે બોડીને હાઈડ્રેડ રાખે છે.આ સિઝનમાં કાકડી ખાવાનું લોકો પસંદ કરે છે. 

કાકડી ઉનાળામાં  શરીરને ઠંડક આપે છે અને શરીરમાં પાણીની કમી પણ પૂરી કરે છે. કાકડીમાં પાણી અને અન્ય પોષક તત્વો યોગ્ય માત્રામાં હોય છે. શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે તે ત્વચામાં ચમક પણ લાવે છે.જ ફાયદાકારક માનવામાં આવે છે. 

કાકડીના સેવનથી શરીરને પાણી મળી શકે છે અને તમને સૂર્યપ્રકાશ અને ગરમીમાં હાઈડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. કાકડી શરીરમાંથી બિનજરૂરી હાનિકારક ત્તત્વોને બાહર કાઢવામાં મદદ કરે છે.

કાકડીમાં કુકરબિટાસિન-બી નામનું પદાર્થ હોય છે. તેને કેન્સર સામે ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય કાકડીના છિલકાને પણ ડાયેટરી ફાયબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને કબજિયાત મટાડજે છે.

કાકડીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેન્ગેશિયમ અને ફાયબર હોય છે. આ ત્તત્વો બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે. કાકડીનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સુધરે છે.કાકડીનું સેવન કરવાથી વજન વધતું નથી. કાકડી કોલેસ્ટ્રોલને ઘટાડે છે.કાકડી સ્નાયૂનો દુખાવો દૂર કરે છે. 

જો કે આ સહીત કાકડીમાં 95 ટકા પાણી હોય છે. કાકડીમાં વિટામિન સી, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને સૌથી અગત્યનું સિલિકા જેવા જરૂરી પોષક તત્વો ભરેલા હોય છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ખાધા પછી પાણી પીવાથી તમે આ જરૂરી પોષક તત્વોથી વંચિત રહી શકો છો.