Site icon Revoi.in

તમારા રોજીંદા ખોરાકમાં એક ટાઈમ કઠોળનો કરો સમાવેશ, જાણીલો સ્વાસ્થ્યને થશે આટલા લાભ

Social Share

આપણે સૌ કોઈ બે સમયના ભોજનમાં દાળ અને લીલાશાકભાજી તો ખાતા જ હોઈે છઈએ જો કે એક ટાઈમના ખોરાકમાં કઠોળનો પણ સમાવેશ કરવો જોઈએ કારણ કે કઠોળ સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. ડોક્ટર અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે નિયમીત રીતે કઠોળ ખાવાથી અનેક બીમારીઓથી દુર રહી શકાય છે.

આ સાથે જ કઠોળ ખાવાથી લોહીનું શુદ્ધીકરણ, પાચનતંત્ર મજબૂત, હાડકા મજબૂત, વજન કંટ્રોલ રહે અને વાળની દરેક સમસ્યાઓ છૂટકારો મળી શકે છે જો કઠોળને નિયમીત પણે જમવામાં આવે તો.ખાસ કરીને રોજીંદા જીવનમાં ચણા, મગ, અળદ,ચોળા,સોયાબીન,તુવેર વગેરે એક સમય તો ખાવું જ જોઈએ.

આ ફઆસ્ટ સમયમાં અનેક પ્રકારની બીમારી લોકોને લાગી જતી હોય છે પરંતુ જો ધ્યાન પુર્વક ડાયટીંગ કરવામાં આવે તો આ બીમારીઓથી છૂટકારો મળી શકે છે. કેટલાક લોકોમાં પાચનશક્તિ મજબૂત ન હોવાના કારણે પણ અનેક પ્રકારની બીમારીથી પીડાતા હોય છે પણ જો કઠોળનું યોગ્યરીતે સેવન કરવામાં આવે તો આ બીમારીથી બચી શકાય છે.

કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે ખાવાથી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.આ સાથે જ ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું સ્તર નીચું હોય છે. તેમાં રહેલું ફાઈબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે. તેમાં રહેલું આયર્ન એનિમિયાની સમસ્યાને દૂર કરે છે.