Site icon Revoi.in

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલમાં વેરા મારફતે સરકારને બે વર્ષમાં 18 હજાર કરોડથી વધુની આવક

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે સામાન્ય પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન બે વર્ષમાં સરકારને પેટ્રોલ-ડિઝલ ઉપર વેરા મારફતે રૂ. 18 હજાર કરોડ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સીએનજી અને પીએનજી મારફતે 500 કરોડથી વધુની આવક થઈ છે.

વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં પેટ્રોલમાં 6040.01 કરોડ, ડિઝલમાં 12731.79 કરોડ, સીએનજીથી 389 કરોડ અને પીએનજીથી 126 કરોડની આવક થઈ હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ 2022થી 2023 સુધીમાં 6008.69 કરોડ, ડીઝલમાં વર્ષ 2022 થી 2023માં કુલ 13951.27 કરોડની આવક થઈ હતી. CNGમાં વર્ષ 2022 થી 2023 માં કુલ 198.44 કરોડ તથા PNGમાં વર્ષ 2022 થી 2023 માં કુલ 58.09 કરોડની આવક થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા અગાઉ વાહન ચાલકોને રાહત મળે તે માટે ટેક્સમાં રાહત આપી હતી. તેમજ ચાલુ વર્ષે રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં સીએનજી અને પીએનજીના ટેક્સમાં રાહત આપી હતી.