Site icon Revoi.in

અમદાવાદમાં 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગની નોટિસ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નિતય મર્યાદામાં કરોડોની સંખ્યામાં કરદાતાઓએ આઈટી રિર્ટન ફાઈલ કરી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કર કપાત મામલે 80 હજાર જેટલા કરદાતાઓને ઈન્ટમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. એટલું જ નહીં ઓગસ્ટ મહિના પૂર્ણ થાય તે પહેલા જ કરદાતાઓને ઓનલાઈન જવાબ આપવો પડશે. જો કે, ટેકસ નિષ્ણાતા આ નોટિસને રૂટિન પ્રક્રિયા માની રહ્યાં છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના 80 હજાર જેટલા કરદાતાઓને ઈપીએફ, વીમાનું વ્યાજ, લોન હત્યા, શિક્ષણ ફી તેમજ એફડીમાં કર કપાતના દાવાઓ અંગે નોટિસ આપવામાં આવી છે. મોટાભાગના કરદાતાઓને જરૂરી દસ્તાવેજ એકસમાન ન હોવાથી જવાબ માંગવામાં આવ્યો છે. ટેક્સ નિષ્ણાતોએ આ નોટિસોને રૂટિન માની રહ્યાં છે. નિષ્ણાતાના મતે કરદાતાએ સબમિટ કરેલા રિટર્નમાં કોઇ વિસંગતતા જણાય તો કમ્પ્યુટરથી ઓટો સિસ્ટમ દ્વારા કરદાતાઓને આપોઆપ નોટિસ મળે છે. કરદાતાઓ માટે આ ચિંતાનો વિષય નથી. યોગ્ય જવાબ રજૂ કરતા જ નોટિસ રદ થઇ જશે. જો કે, આઈટીની નોટિસના પગલે કેટલાક કરદાતા દોડતા થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં કરદાતાઓએ ટેક્સ ફાઈલ કર્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.