Site icon Revoi.in

નૈસેનાની તાકાતમાં વધારો- રક્ષામંત્રી રાજનાથ સિંહે બે સ્વદેશી યુદ્ધ જહાજનું લોન્ચિંગ કર્યું

Social Share

દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓ ઘણી મજબૂત બનતી જઈ રહી છે,વૈશ્વિક સ્તરે હવે ભારતની સેનાના વખામ થી રહ્યા છએ આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાની તાકાત બમણી થવા જઈ રહી છે ત્યારે હવે રિયામાં ભારતીય નૌકાદળની તાકાત વધવા જઈ રહી છે. 

સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણના ક્ષેત્રમાં આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આજે મુંબઈના મઝાગોન ડોકયાર્ડમાં બે સ્વદેશી યુદ્ધ જહાજોને લોન્ચ કરવામાં આવ્યા હતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ જહાજને લીલી ઝંડી બતાવી હતી. ભારતીય વાયુસેના યુદ્ધ જહાજો INS સુરત (યાર્ડ 12707) અને INS ઉદયગીરી (યાર્ડ 12652) દ્વારા સમગ્ર વિશ્વને તેની દરિયાઈ પરાક્રમ બતાવશે. 

આ યુદ્ધ જહાજો ‘સુરત’ અને ‘ઉદયગીરી’ છે. સુરત એ 15B ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે અને ઉદયગીરી એ 17A ફ્રિગેટ પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે. તે P17 ફ્રિગેટનું સુધારેલ શસ્ત્રો અને સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ સાથેનું અપગ્રેડેડ વર્ઝન છે. તેમનું ઉદ્ઘાટન મુંબઈમાં મઝાગોન ડોક્સ લિમિટેડ ખાતે કરવામાં આવ્યું છે

સૂરત પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયર્સનું ચોથું જહાજ છે જે પી15ઓ ડિસ્ટ્રોયર્સ નું અપગ્રેડેડ વર્ઝન છે અને તેને ગુજરાતની વ્યાપારી રાજધાની નામ આપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ રડાર ડોજિંગ સિસ્ટમથી સજ્જ છે. જેના વડે પાણીની અંદર પણ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં મદદ મળશે. ઉદયગીરી તેમના પ્રોજેક્ટનું ત્રીજું જહાજ છે અને તેનું નામ આંધ્ર પ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે.

મળતી વિગત પ્રમાણે આ સુરતનું જહાજ બ્લોક કન્સ્ટ્રક્શન પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં બે અલગ-અલગ ભૌગોલિક સ્થળો પર સ્ટ્રક્ચર્સનું બાંધકામ સામેલ છે.આ વર્ગના પ્રથમ જહાજને 2021માં નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હાલમાં 50 થી વધુ જહાજો અને સબમરીન નિર્માણાધીન છે અને ભારતીય નૌકાદળ પાસે પહેલાથી જ લગભગ 150 જહાજો અને સબમરીન છે. આત્મનિર્ભરતા પર બોલતા, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે ડિસેમ્બર 2021 માં કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં, નેવીમાં તમામ 28 જહાજો અને સબમરીન ભારત દ્વારા બનાવવામાં આવી છે.