Site icon Revoi.in

ભારતીય લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારીમાં વધારોઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો થયો છે અને આજે મહિલાઓ પાસે મોટી મોટી જવાબદારીઓ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા બ્રહ્માકુમારીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને તેમના કર્તવ્ય માટે જાગૃત કરવા માટે બ્રહ્માકુમારી સહિત સંસ્થાઓને અપીલ કરી હતી.

બ્રહ્માકુમારીના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાના દેશોને ભારત પાસે ઘણી આશાઓ છે. જેથી હવે જાગૃત થઈને સંકલ્પ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આઝાદી કા અમૃતમહોત્સવ વર્ષ હેઠળ પોતાના કર્તવ્યમાંથી દૂર ભાગવાની બુરાઈને દૂર કરવાનો સમય આવી ગયો છે. દેશમાં 75 વર્ષ દરમિયાન કર્તવ્યથી દૂર ભાગવાનું કામ કરવામાં આવ્યું છે. જેથી એક અંતર ઉભુ થયું છે. તેમજ સમાજમાં ખામીઓ જોવા મળી રહી છે. તેની ભરપાઈ કરવા માટે આપણી પાસે 25 વર્ષનો સમય છે. 75 વર્ષના સમયગાળામાં ઉભા થયેલા અંતરને આપણે 25 વર્ષમાં પૂર્ણ કરી શકીએ છીએ. જેથી બ્રહ્માકુમારીઝ જેવી સેવાભાગી સંસ્થાઓએ દેશના નાગરિકોને તેમના કર્તવ્ય માટે જાગૃત કરવાનું કામ કરવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બ્રહ્માકુમારી સંસ્થાએ આઝાદી કા અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારતની તરફ વધુ એક કાર્યક્રમન  શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ભારતની ભાપણ છે સાધના છે એમાં દેશ માટે પ્રેરણા છે. આજે આપણે એવી વ્યવસ્થા બનાવવા જઈ રહ્યાં છે જેમાં કોઈ ભેદભાવને સ્થાન નહીં હોયસ એક એવો સમાજ બનાવી રહ્યાં છીએ જેમાં સમાનતા અને સામાજીક ન્યાયના પાયા ઉપર ઉભો હોય. દુનિયા જ્યારે અંધકારમાં હતી મહિલાઓને લઈને જૂની વિચારધારાએ પકડી રાખી હતી. ત્યારે ભારતે માતૃશક્તિની પૂજા દેવી સ્વરૂપે કરતું હતું. આપણે ત્યાં ગાર્ગી, મૈત્રેયી, અનુસૂયા, અરુંધતિ અને મદાલસા જેવી મહાનવિભૂતિઓ સમાજને જ્ઞાન આપતી હતી. ભારતે પત્નાધાય અને મીરાબાઈ જેવી મહાન મહિલાઓ આપી છે. ભારતીની અનેક મહિલાઓએ અનેક બલિદાન આપ્યાં છે.