Site icon Revoi.in

કોવિડ દર્દીઓની સારવારમાં જરૂરી દવાઓના ઉત્પાદનમાં કરાયો વધારોઃ મનસુખ માંડવિયા

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19 સંચાલન માટે ઉપયોગમાં લેવાય છે તે હવે ભારતમાં તેના પ્રોડક્શનમાં વધારો કર્યા પછી તેમજ આયાત વધાર્યા પછી ઉપલબ્ધ છે. આ દવાઓની ઉપલબ્ધતા પર ત્રણ સ્તરીય રણનીતિ-સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ, ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ અને અફોર્ડેબિલિટી દ્વારા દેખરેખ રાખવામાં આવશે. તેમ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોટોકોલ અંતર્ગત રેમડેસિવીર, ઈનોક્સેપેરિન, મિથાઈલપ્રેડ્નીસોલોન, ડેક્સામેથાસોન, ટોસિલિઝુમેબ અને આઈવરમેક્ટિનનો સમાવેશ કરાયો છે. જ્યારે ફેવિપિરાવીર, એમ્ફોટેરાઈસીન અને એપિક્સેમેબ પ્રોટોકોલ બહારની દવાઓ છે. CDSCO અને NPPA પ્રોડક્શન વધારવા અને મે, 2021 માટે હાલના સ્ટોક, હાલની ક્ષમતા, પ્રોજેક્ટેડ પ્રોડક્શન અંગેનો ડેટા મેળવવા માટે ઉત્પાદકો સાથે સહયોગ સાધે છે.

તેમણે વધુમાં કહ્યું કે, માત્ર 25 દિવસમાં રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20થી 60 સુધી વધારીને ઉપલબ્ધતા 3 ગણી વધારાઈ છે. આ ઉપરાંત પ્રોડક્શન 10 લાખ વાયલ્સ (શીશી)/મહિના જેટલું એપ્રિલ, 2021માં હતું, જે મે-2021 સુધીમાં 10 ગણુ વધારીને 1 કરોડ જેટલું કરાયું છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની સામાન્ય સમયમાં જેટલી આયાત થતી હતી તેના કરતાં 20 ગણી વધુ આયાત કરીને આની ઉપલબ્ધતા દેશમાં વધારાઈ છે. ડેક્સામેથાસોન 0.5 mg ટેબલેટ્સનું ઉત્પાદન એક મહિનામાં જ 6-8 ગણુ વધારવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેક્સામેથાસોન ઈન્જેક્શનનું પ્રોડક્શન લગભગ 2 ગણુ વધ્યું છે. આવી જ રીતે ઈનોક્સેપેરિન ઈન્જેક્શનનું ઉત્પાદન માત્ર એક મહિનામાં 4 ગણુ વધ્યું છે. તેમજ મિથાઈલ પ્રેડ્નીસોલોન ઈન્જેક્શનનું ઉત્પાદન એક મહિનાના ગાળામાં લગભગ 3 ગણુ વધ્યું છે. આઈવરમેક્ટિન 12 mg ટેબલેટનું પ્રોડક્શન દેશમાં એક મહિનામાં જ એટલે કે એપ્રિલમાં 150 લાખથી મે, 2021 સુધીમાં 770 લાખ સુધી એટલે કે 5 ગણુ વધ્યું છે. જ્યારે ફેવિરપિરાવીર નોન-પ્રોટોકોલ દવા છે પણ તેનો ઉપયોગ વાયરસનું પ્રમાણ ઘટાડવા માટે થાય છે. જેથી તેનું ઉત્પાદન એક મહિનામાં 4 ગણુ વધારવામાં આવ્યું છે. એમ્ફોટેરેસિન B ઈન્જેક્શનનું ઉત્પાદન એક મહિનામાં 3 ગણુ વધી ગયું વધ્યું છે. .

Exit mobile version