Site icon Revoi.in

શિવસેનાના નેતા સંજય રાઉતની વધી મુશ્કેલીઃ ઈડી કોર્ટમાં રજૂ કરી કસ્ટડી માંગશે

Social Share

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થયો છે. જમીન કૌભાંડ કેડમાં ઈડીએ તેમની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઈડીએ ભાંડુપ સ્થિત તેમના નિવાસસ્થાન ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 11.5 લાખની રોકડ મળી હતી. ઈડીએ આ પ્રકરણમાં લંબાણપૂર્વકની તેમની પૂછપરછ કરી હતી. મુંબઈના યાત્રા ચોલ ઘોટાળા મામલે ઈડીએ સંજય રાઉતના ધરે લગભગ 9 કલાક તપાસ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ સંજય રાઉતને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. જેથી રાઉત ઈડી સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા. લંબાણપૂર્વકની પૂછપરછના અંતે તેમની ઘરપકડ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ તેમનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઈડી સંજય રાઉતને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીની માંગણી કરશે. તપાસમાં સંજય રાઉત સહકાર નહીં આપતા હોવાનો ઈડીએ દાવો કર્યો હતો. રાઉતની પીએમએલએ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.

દરમિયાન ઘરેથી મળી આવેલી રૂ. 11.5 લાખની રકમ અંગે સંજય રાઉતના ભાઈએ સુનિલ રાઉતે ખુલાસો કર્યો હતો કે, આ રકમ શિવસૈનિકોના અયોધ્યા પ્રવાસ માટે રાખવામાં આવી હતી. તેમજ પૈસાના બંડલ ઉપર એકનાથ શિંદે અયોધ્યા ટૂર પણ લખવામાં આવ્યું હતું.

પીએમએલએ એક્ટ હેઠળ સંજય રાઉતની ધરપકડ કરતામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આ મુદ્દે વિપક્ષ દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.