Site icon Revoi.in

ભારતઃ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થતા લોન મોંઘી થશે

Social Share

નવી દિલ્હીઃ વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારી પણ વધી રહી છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી. તેમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે, રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આનાથી બેંકો માટે આરબીઆઈ પાસેથી લોન લેવી મોંઘી બનશે. RBI ગવર્નર શક્તિકાંત દાસના નિવેદન બાદ તેની અસર શેરબજાર ઉપર જોવા મળી હતી અને બોન્ડ માર્કેટ સહિત ઈક્વિટી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. RBI ગવર્નરનું નિવેદનને પગલે નાણાકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય આરબીઆઈએ પણ કેશ રિઝર્વ રેશિયો 0.50 ટકા વધારીને 4.50 ટકા કર્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરીને 4.40 ટકા કર્યો છે, જેના કારણે બેન્કો સહિત સામાન્ય લોકો માટે લોન લેવી મોંઘી થશે. રેપો રેટમાં વધારાને કારણે બેંકો માટે આરબીઆઈ પાસેથી લોન લેવી મોંઘી થઈ જશે, જેનો બોજ ચોક્કસપણે ગ્રાહકો પર પડશે.

RBIની મોનેટરી પોલિસી રિવ્યુ એટલે કે MPCની બેઠક 6-8 જૂનના રોજ યોજાવાની હતી, પરંતુ આ પહેલા પણ વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા RBIએ ​​રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. અગાઉ, 6-8 એપ્રિલના રોજ MPCની બેઠકમાં વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. RBI ગવર્નરે કહ્યું છે કે દેશમાં મોંઘવારીના વધતા દબાણને જોતા આવું કરવું જરૂરી બન્યું છે, તેથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ સિવાય દેશમાં પોલિસી રેટમાં ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરવો જરૂરી બન્યો છે. આરબીઆઈ ગવર્નરનું આ નિવેદન તેમના મોનેટરી પોલિસી એડ્રેસથી અલગ છે. અગાઉ એપ્રિલમાં આરબીઆઈએ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકની જાહેરાત કરી હતી અને આગામી નીતિ જૂનમાં આવશે. આવી સ્થિતિમાં પરંપરાગત જાહેરાતો સિવાય આરબીઆઈ ગવર્નરના આ નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.