Site icon Revoi.in

ભારતઃ કોલસાના ઉત્પાદનમાં 16.39 ટકાનો વધારો, 608 મેટ્રીકટન ઉત્પાદન

Social Share

નવી દિલ્હીઃ ભારતના કોલસાના ઉત્પાદને એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 16.39 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે જે 607.97 MT સુધી પહોંચી છે. નાણાકીય વર્ષ 2020ના સમાન સમયગાળા દરમિયાન કોલસાનું ઉત્પાદન 522.34 મેટ્રિક ટન હતું. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ FY22 ના સમાન સમયગાળા દરમિયાન 413.63 MT કોલસા ઉત્પાદનની સામે FY2023 ના ડિસેમ્બર સુધીમાં 79.05 MT કોલસાનું ઉત્પાદન નોંધ્યું છે. આ રીતે આ વખતે તેમાં 15.82 ટકાનો વધારો નોંધાયો છે.

કોલસા મંત્રાલયે કંપનીઓની માલિકીના કોલ બ્લોક્સની ખાણકામ ક્ષમતાનો ઉપયોગ વધારવાના હેતુથી બજારમાં વધારાનો કોલસો લાવવા કામગીરી કરવામાં આવી છે. જેના કારણે એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન કોલસાનું ઉત્પાદન વધ્યું છે. FY2022 ના સમાન સમયગાળા દરમિયાન 62.19 MT કોલસાના ઉત્પાદનની સરખામણીમાં 31.38 ટકા વધીને 81.70 MT થયું છે.

મંત્રાલય પીએમ ગતિ શક્તિ હેઠળ તમામ મુખ્ય ખાણો માટે રેલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે પગલાં લઈ રહ્યું છે, જેથી ખાણકામની ગતિવિધિઓ ઝડપી થઈ શકે. પરિણામે, એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 637.51 MT કોલસો મોકલવામાં આવ્યો હતો જ્યારે FY2022 ના સમાન સમયગાળામાં 594.22 MT કોલસો મોકલવામાં આવ્યો હતો. આ રીતે, 7.28 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી, આમ દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં કોલસાનો પુરવઠો સરળતાથી અને અસરકારક રીતે ચાલી રહ્યો છે.

કોલસાની ઉત્પાદન ક્ષમતા વધારવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કોલસા મંત્રાલયે 141 નવા કોલ બ્લોક્સ કોમર્શિયલ હરાજી માટે ખોલ્યા છે. ઉપરાંત, મંત્રાલય દેશની વિવિધ કોલસા કંપનીઓ સાથે નિયમિતપણે કામ કરી રહ્યું છે અને તેમના ઉત્પાદન પર નજર રાખી રહ્યું છે. સ્વદેશી ઉત્પાદન વધારવા અને તેનો પુરવઠો વધારવા માટે કરવામાં આવેલા એકંદર પ્રયાસોના ઉત્તમ પરિણામો આવી રહ્યા છે.