Site icon Revoi.in

ભારતઃ HPCLના 500 પેટ્રોલ પંપ ઉપર EV ચાર્જીંગ સ્ટેશન સ્થપાશે

Social Share

ભારતીય ઓટો માર્કેટમાં, ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે વાહન ઉત્પાદકો સિવાય, EV ચાર્જિંગ નેટવર્કના ક્ષેત્રમાં કામ કરતી મોટી કંપનીઓ પણ ઝડપથી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. સ્ટેટિક પણ આવી જ એક કંપની છે. જે આગામી થોડા સમયમાં ભારતમાં HPCLના 500 પેટ્રોલ પંપ પર EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું કામ શરૂ કરશે.

હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને સ્ટેટિક વચ્ચેના કરાર અનુસાર, સ્ટેટિક 12 રાજ્યોમાં સ્થિત HPCLના 500 પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કામ કરશે. હિન્દુસ્તાન અને સ્ટેટિક વચ્ચેના કરાર અનુસાર, કંપની આસામ, છત્તીસગઢ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં HPCLના 500 પેટ્રોલ પંપ પર EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે.. જેમાં લગભગ 400 3.3 kW/ચાર્જિંગ સ્ટેશન અને લગભગ 100 7.7 kW/ચાર્જિંગ સ્ટેશન હશે. આ ચાર્જિંગ સ્ટેશનો પર તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરી શકાય છે.

સ્ટેટિક, એક કંપની જે EV ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરે છે, તેણે આ કરાર પહેલા પણ ભારતમાં કામ કર્યું છે અને લગભગ 200 ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યા છે. જે કાનપુર, લખનૌ, આગ્રા, ગોરખપુર, મેરઠ, દેહરાદૂન અને બનારસમાં છે. કરાર અનુસાર, કંપની પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કરશે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

(Photo-File)

Exit mobile version