Site icon Revoi.in

ભારતને મળી G-20 ની અધ્યક્ષતા,ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું – PM મોદી વિશ્વ શાંતિ માટે તમામ દેશોને એક કરશે

Social Share

દિલ્હી:ભારતને G-20 ની અધ્યક્ષતા મળ્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની એક તસવીર ટ્વીટ કરી હતી.તેમણે પોતાના ટ્વીટમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા. મેક્રોને લખ્યું કે,”એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય” ભારતે G20 ઈન્ડિયાની અધ્યક્ષતા સંભાળી છે,હું મારા મિત્ર નરેન્દ્ર મોદી પર ભરોસો કરું છું કે તે અમને શાંતિની દુનિયા અને વધુ ટકાઉ વિશ્વ બનાવવા માટે સાથે લાવશે.આ પહેલા ઘણા અન્ય દેશોએ પણ આશા વ્યક્ત કરી છે કે,PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં યોજાનારી G20 સમિટ નિર્ણાયક સાબિત થશે.

1 ડિસેમ્બર, 2022થી ભારતે G-20ની કમાન સંભાળી છે, જેને દેશ માટે એક મોટી તક કહેવામાં આવી રહી છે.આ અઠવાડિયે એક બ્લોગમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,ભારતનો G20 એજન્ડા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયાલક્ષી અને નિર્ણાયક હશે.આજે વિશ્વ જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે તે ફક્ત સાથે મળીને કામ કરીને જ ઉકેલી શકાય છે.આવો આપણે સાથે મળીને ભારતની G20 પ્રેસિડન્સીને ઉપચાર , સદભાવ અને આશાનું પ્રેસિડન્સી બનાવીએ.

G-20 દેશોના જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.

 

Exit mobile version