Site icon Revoi.in

‘ગ્રેમી એવોર્ડ્સ 2023 ‘ – બેંગલુરુના રિકી કેજ આ પુરસ્કારથી ત્રીજી વખત સન્માનિત

Social Share
  • ગ્રેમી એવોર્ડમાં ભારકતનું નામ ઝળક્યું
  • રિકી ક્રેઝ આ અવોર્ડથી સમ્માનિત કરાયા

મુંબઈઃ- ગ્રેમી અવોર્ડ જે મ્યૂઝિક ક્ષેત્રમાં ખાસ એવોર્ડ છે ત્યારે આ  વર્ષ 2023ના  ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એકવાર ભારતનું નામ રોશન થયું છે. બેંગલુરુ સ્થિત સંગીતકાર રિકી કેજને આ એવોર્ડથી સમ્માનિત કરાયા છએ ઉલ્લેખનીય છે કે આ  ત્રીજો ગ્રેમી એવોર્ડ તેમણે જીત્યો છે.

જાણીતા મ્યૂઝિક કંપોઝર રિકી કેજે વર્ષ 2015માં તેમના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સંસાર’ માટે પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો. 2015 માં આ સન્માન મેળવ્યા પછી, રિકીને ફરી એકવાર વર્ષ 2022 માં ‘ડિવાઇન ટાઇડ્સ’ આલ્બમ માટે ‘બેસ્ટ ન્યૂ એજ આલ્બમ’ની શ્રેણીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો.

રિકીને આ એવોર્ડથી સમ્માનિત  તેના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે કરવામાં આવ્યા છે.આ સાથે જ  અમેરિકન મૂળના સંગીતકારે પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે એવોર્ડ શેર કર્યો હતો.વાતજાણે એમ છે કે જોગાનુંજોગ સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં, બંનેએ શ્રેષ્ઠ ઇમર્સિવ ઓડિયો આલ્બમ શ્રેણીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી.

સમગ્ર કારકિર્દી દરમિયાન યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર સહિત અનેક પ્રતિષ્ઠિત સ્થળો પર પ્રદર્શન કર્યું છે. રિકીએ વિશ્વના 30 દેશોમાં કુલ 100 સંગીત એવોર્ડ જીત્યા છે. રિકીને તેના કામ માટે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેનિટેરિયન આર્ટિસ્ટ અને ભારતના યુથ આઈકન માટે નામાંકિત કરવામાં આવ્યા છે.