Site icon Revoi.in

ભારત-જાપાને શ્રીલંકા સાથે હાથ મિલાવ્યો, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કનેક્ટિવિટી મજબૂત કરવા પર ભાર

Social Share

દિલ્હી :ભારત અને જાપાને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનને પાઠ ભણાવવા માટે શ્રીલંકા સાથે હાથ મિલાવ્યા છે. બંને દેશો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પ્રાદેશિક જોડાણને મજબૂત કરવા શ્રીલંકા સાથે સહયોગ કરવા સંયુક્ત રીતે સંમત થયા છે. સંસાધનથી સમૃદ્ધ વિસ્તારમાં ચીનના વધતા સૈન્ય પ્રભાવ વચ્ચે શુક્રવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.

અમેરિકા, ભારત અને અન્ય ઘણી વૈશ્વિક મહાસત્તાઓ મુક્ત, ખુલ્લા અને અદ્યતન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની જરૂરિયાત વિશે વાત કરી રહી છે. ચીન દક્ષિણ અને પૂર્વ ચીન સમુદ્રમાં વિવાદિત ક્ષેત્રીય વિવાદોમાં ફસાયેલ છે. બેઇજિંગે વર્ષોથી તેના માનવસર્જિત ટાપુઓના સૈન્યીકરણમાં પણ મોટી પ્રગતિ કરી છે.

એક સ્થાનિક સમાચાર અનુસાર, ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલેએ કહ્યું કે ભારત અને જાપાન શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યાપક હિતો ધરાવે છે. તેમણે જાપાનના રાજદૂત મિઝુકોશી હિદેકીની હાજરીમાં અહીં એક કાર્યક્રમમાં આ વાત કહી.

શ્રીલંકાને ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IROA) દેશોના એક મહત્વપૂર્ણ સભ્ય તરીકે વર્ણવતા, બાગલેએ કહ્યું કે ભારત, જાપાન અને શ્રીલંકાની પાસે અહીં લોકોની સમૃદ્ધિ માટે કામ કરવાની અને તમામ પક્ષોને લાભ મેળવવાની વિશાળ તક છે.

આ શ્રીલંકાની પ્રાથમિકતાઓ અનુસાર હોવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું. શ્રીલંકા ભારતની વિદેશ નીતિના ત્રણ મહત્વના સ્તંભોના સુખદ સંગમ પર છે.’ જાપાનના રાજદૂત હિદેકીએ જણાવ્યું હતું કે જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ શ્રીલંકા સાથેના સહકાર અંગે મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું અને સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.