Site icon Revoi.in

ભારતે મિત્રદેશને કરેલો વાયદો નિભાવ્યો – વેક્સીનનો પ્રથમ જથ્થો ભૂટાન રવાના કરાયો

Social Share

દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે વેક્સિનની માંગ ઉઠવા પામી છે, જ્યારે ભારતમાં બે વેક્સિન ઇમરજન્સીનાં ઉપયોગ માટે મંજૂરી આપી છે ત્યાર બાદ અનેક દેશોએ આ વેક્સીનની માંગણી કરી છે, ભારતે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે આપણા પાડોશી દેશોને ભેટ તરીકે કોરોનાની વેક્સિંગ આપશે, આજે ભારતે આ વચન પૂરુ કર્યું છે. આજથી ભારત દેશે ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને વેક્સીનની સપ્લાય કરવાનું કાર્ય કર્યું છે.

સૌ પ્રથમ, કોરોના વેક્સિન કોવિશિલ્ડના દોઢ લાખ ડોઝ ભૂટાન મોકલવામાં આવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની આ વેક્સિન આજે સવારે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ભૂટાનના થિમ્પૂ એરપોર્ટ તરફ રવાના કરવામાં આવી હતી. આ રસી ડોઝનો જથ્થો કોઈપણ થોડા સમય માં ભૂટાન પહોંચશે.
ભુટાન ભારત તરફથી ભેટ રૂપે કોરોના રસીનો પ્રથમ જથ્થો મેળવનાર પ્રથમ દેશ બન્યો છે. એ જ રીતે, ભૂટાન સિવાય અન્ય પડોશી દેશોને પણ ભારત તરફથી વેક્સિન મોકલવામાં આવશે.

આ સમગ્ર બાબતે વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે ભારત દ્વારા નિર્મિત કોરોના વેક્સિન સપ્લાય કરવા માટે ઘણા પાડોશી દેશોની વિનંતીઓ આવી હતી.અનેક દેશોએ વેક્સિન  માટેની અપીલ કરી છે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રીલંકા, અફઘાનિસ્તાન, મોરેશિયસના સંબંધમાં જરૂરી નિયમનકારી મંજૂરીની પ્રતીક્ષા છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે દેશમાં પણ રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેથી વિદેશમાં સપ્લાય કરતી વખતે ઘરેલુ જરૂરીયાતોને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે.તે બાબતની પેહલા ખાતરી કરવામાં આવશે.