Site icon Revoi.in

FIFA વર્લ્ડ કપ 2026 ક્વોલિફિકેશન રેસમાંથી ભારત બહાર ફેંકાયુ

Social Share

નવી દિલ્હીઃ FIFA વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફિકેશનમાંથી ભારત બહાર ફેંકાઈ ગયુ છે. મંગળવારે રાત્રે દોહાના જસીમ બિન હમાદ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં કતારે તેના વર્લ્ડ કપ ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં ગ્રુપ A મુકાબલામાં 2-1થી ભારતને મ્હાત આપી હતી.

રમતના પ્રારંભ બાદ ભારતે 72 મિનિટ સુધી લીડ જાળવી રાખી હતી. પરંતુ યુસુફ અયમાનના ગોલના કારણે કતારે બરાબરી કરી હતી. બાસમ અલ રાવીએ રમતની અંતિમ મિનિટોમાં બીજો ગોલ કરીને તેની ટીમને 2-1થી વિજય અપાવ્યો. રમતની 85મી મિનિટે બસમ અલ રાવીએ ગુરપ્રિતને પાછળ છોડી ગોલ કરીને કતારને 2-1ની સરસાઈ અપાવી. કતારે તેની લીડ જાળવી રાખતા FIFA વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પહોંચવાનું ભારતનું સ્વપ્ન રોળાયુ હતુ.