Site icon Revoi.in

ભારતમાં બનેલ કફ સિરપથી જોડાયેલ છે ગામ્બિયાના 66 બાળકોના મોત,CDC ની રિપોર્ટમાં થયો ખુલાસો

Social Share

દિલ્હી:યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને ધ ગામ્બિયાની હેલ્થ ઓથોરિટી દ્વારા સંયુક્ત તપાસમાં ગામ્બિયામાં બાળકોના મૃત્યુ અને ભારતમાં ઉત્પાદિત કથિત રીતે દૂષિત કફ સિરપના સેવન વચ્ચે મજબૂત કડી જોવા મળે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓક્ટોબર, 2022માં એક ચેતવણી જારી કરી હતી કે ભારતીય કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ગામ્બિયાને સપ્લાય કરવામાં આવતી ચાર કફ સિરપ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી અને દાવો કર્યો હતો કે તે ગામ્બિયામાં કેટલાય બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા છે.

સીડીએસની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આ તપાસ ભારપૂર્વક સૂચવે છે કે બાળકોમાં AKI (કિડનીની બિમારી) ડાયેથિલિન ગ્લાયકોલ (DEG) અથવા ઇથિલિન ગ્લાયકોલ (EG) થી દૂષિત દવાઓની ધ ગેમ્બિયામાં આયાતને કારણે થાય છે.

વાસ્તવમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ઓક્ટોબર 2022માં એક ચેતવણી જારી કરીને કહ્યું હતું કે,ભારતીય કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ગામ્બિયાને સપ્લાય કરવામાં આવતા ચાર પ્રકારના કફ સિરપની ગુણવત્તા ધોરણ પ્રમાણેની નથી.તેણે દાવો કર્યો હતો કે આ કપ શિરપ ગામ્બિયામાં બાળકોના મૃત્યુ સાથે જોડાયેલા હતા.

તે જ સમયે, સીડીસીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તીવ્ર કિડની ઈજા (એકેઆઈ) ના મોટાભાગના કેસોમાં દર્દીને ઓલિગુરિયા અથવા એન્યુરિયાની સમસ્યા હોય છે. કિડની મહત્તમ 3 દિવસમાં કામ કરવાનું બંધ કરી દે છે કારણ કે આ સમય દરમિયાન સીરમ ક્રિએટિનાઇન અને લોહીમાં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે.

CDC અનુસાર, ગયા ઓગસ્ટમાં, બાળકોમાં મૃત્યુની ઓળખ કરવામાં સહાય માટે ગામ્બિયાના આરોગ્ય મંત્રાલય (MOH) નો સંપર્ક કરવામાં આવ્યો હતો. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અગાઉના DEG ફાટી નીકળતાં, ઉત્પાદકોને વધુ ખર્ચાળ, ફાર્માસ્યુટિકલ-ગ્રેડ સોલવન્ટ્સ સાથે DEGને બદલવાની શંકા હતી.