Site icon Revoi.in

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 ટુર્નામેન્ટનો પ્રારંભ

Social Share

દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેના પરાજય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈથી ભારત પ્રવાસે આવી છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટી-20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આવતીકાલ એટલે કે 17મી નવેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પ્રથમ ટી-20 રમાશે. જયપુરમાં રમાનારી પ્રથમ ટી-20 મેચની ટીકીટોનું વેચાણ શરૂ થતા મોટી સંખ્યામાં લોક ટીકીટ ખરીદી કરવા ઉમટી પડ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ટી-20 વર્લ્ડકપમાં પરાજય બાદ ભારતીય ટીમમાં મોટા પાયે ફેરફાર થયાં છે. તેમજ ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી છે. ભારતીય ટીમે તેના નવા હેડ કોચની સાથે રહી નેટ પ્રેક્ટિસ કરી હતી. ન્યૂઝીલેન્ડ ટીમ આવતાની સાથે જ ટીમ કોવિડ પ્રોટોકોલ હેઠળ ધરાઈ હતી જ્યારે ભારતીય ટીમના નવા સુકાની અને નવા કોચની અધ્યક્ષતામાં ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

ભારત અન્ ન્યૂઝીલેન્ડ વચ્ચે તા. 17મી નવેમ્બરના રોજ જયપુરમાં પ્રથમ ટી-20 રમાશે. આ ઉપરાંત 19મી નવેમ્બરના રોજ રાંચી અને ત્રીજી ટી-20 મેચ કોલકત્તામાં રમાશે. આ ઉપરાંત ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. ટી-20 વર્લ્ડકપમાં ભારતનો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સામે કારમો પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી રાહુલ દ્રવીડને સોંપવામાં આવી છે.

(Photo-File)